Table of Contents
ગયા વર્ષે પણ ખરીદ્યું હતું ઘર
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જે ઘર ખરીદ્યું છે તેની કિંમતને લઈને અત્યારે કોઈ જાણકારી સામે નથી આવી. કહેવામાં આવી રહ્યું છે કે, તે 12 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલી છે પ્રોપર્ટી. પાર્થેનન સોસાયટીમાં 31મા માળે ફ્લેટ ખરીદ્યો છે. અમિતાભ બચ્ચને આખો ફ્લોર ખરીદી લીધો છે, પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે બિગ બી પોતાના પરિવારની સાથે ત્યાં શિફ્ટ થઈ જશે તો એવું કંઈ નથી પરંતુ ઈન્વેસ્ટમેન્ટ માટે તેમને આ ફ્લેટ ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અમિતાભ બચ્ચે 31 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી જેની ઘણી ચર્ચા થઈ હતી.
આ પણ વાંચોઃ- Kaun Banega Crorepati 14: અમિતાભ બચ્ચને તેમની યુનિક સરનેમ વિશેની રસપ્રદ હકીકત જણાવી, જાણો શું કહ્યું, બીગ બીએ
સદીના મહાનાયક જલસા બંગલામાં રહે છે. બે માળનો બંગલો ડિરેક્ટર રમેશ સિપ્પીએ બિગ બીને ગિફ્ટમાં આપ્યો હતો. 1982માં ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના શૂટિંગ દરમિયાન રમેશ સિપ્પીએ આ બંગલો આપ્યો હતો. આ બંગલો 10,125 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. આ ઘર પહેલાં અમિતાભના ભાઈ અજિતાભની પત્ની રમોલાના નામે હતું. સૂત્રોના મતે, ટેક્સ રિલેટેડ ઈશ્યૂને કારણે આમ કરવામાં આવ્યું હતું. 2006માં જલસા ઘર જયા બચ્ચનના નામે કરવામાં આવ્યું હતું.
અમિતાભ બચ્ચને જૂહુમાં સૌ પહેલો બંગલો પ્રતિક્ષા ખરીદ્યો હતો. તેઓ અહીંયા પેરેન્ટ્સ ડૉ. હરિવંશ રાય બચ્ચન તથા તેજી બચ્ચન સાથે રહેતા હતા. હરિવંશ રાય બચ્ચને આ ઘરનું નામ પ્રતિક્ષા આપ્યું હતું. આ ઘરમાં હરિવંશ રાય બચ્ચને પોતાના હાથે મંદિર બનાવ્યું છે. અહીંયા અમિતાભ નિયમિત રીતે પૂજા કરવા માટે આવે છે. 2007માં અભિષેક તથા ઐશ્વર્યાના લગ્ન અહીંયા જ યોજાયા હતા.
જલસાની બાજુમાં અમિતાભ બચ્ચનનો બંગલો જનક છે. આ બંગલામાં બિગ બીની ઓફિસ છે. બચ્ચન અહીંયા નિયમિત રીતે જિમમાં આવે છે.
અમિતાભ બચ્ચનનો વત્સા બંગલો જુહૂમાં છે. આ બંગલો સિટીબેંક ઈન્ડિયાને લીઝ પર આપેલો હતો. જોકે, 2019માં સિટીબેંકે નવી જગ્યાએ પોતાની બ્રાન્ચ ઓફિસ ખોલી હતી. 2021માં અમિતાભ બચ્ચને બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને 15 વર્ષ માટે મહિને 18.9 લાખ ભાડે આપ્યો છે. આ બંગલાની બાજુમાં જ અભિષેક બચ્ચનનો અમ્મુ બંગલો છે. અભિષેકે પણ આ બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોર સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાને ભાડે આપ્યો છે.
2013માં અમિતાભ તથા અભિષેકે 8000 સ્કેવર ફૂટનો નવો બંગલો ખરીદ્યો હતો. આ બંગલો જલસા બંગલાની પાછળ આવેલો છે. જુહૂમાં અમિતાભનો આ પાંચમો બંગલો છે. આ બંગલો 50 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો.
ડુપ્લેક્સ પણ ખરીદ્યું
2020માં અમિતાભે મુંબઈમાં જ 34 માળની એટલાન્ટિસ બિલ્ડિંગમાં 27-28 ફ્લોર પર ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ 31 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. આ ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનનને ગયા વર્ષે ભાડે આપવામાં આવ્યો છે. ક્રિતિ દર મહિને 10 લાખ રૂપિયા ભાડું આપે છે. તેણે બે વર્ષ માટે આ ઘર લીધું છે.
‘ગુડ બાય’માં જોવા મળશે
અમિતાભ બચ્ચને ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળ્યા હતા. હાલમાં અમિતાભ ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જોવા મળે છે. 7 ઓક્ટોબરે અમિતાભની ‘ગુડ બાય’ રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના છે. આ ઉપરાંત અમિતાભ ‘ઊંચાઈ’, ‘ધ ઇન્ટર્ન’ તથા ‘પ્રોજેક્ટ K’માં કામ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aamitabh Bachchan, Big B, Bollywod