Amreli: આ ગૌશાળા કેમ સમગ્ર પંથકમાં ફેમસ છે, એવું તે શું ખાસ કામ થાય છે અહીં?


Abhishek Gondaliya. Amreli; વડા ગામ ખાતે આજથી 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી ગૌશાળા, જેનું નામ રાખવામાં આવ્યું ઓમ નંદેશ્વર ગૌશાળા.જયંતીભાઈ માલાણી દ્વારા આ ગૌશાળા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ગૌશાળાની અંદર પાંચથી છ પશુઓને અહીં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની સારવાર કરી અને સ્વસ્થ કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે આ ગૌશાળાનું નામ સાવરકુંડલા શહેરી વિસ્તાર ગ્રામીણ વિસ્તાર અને અમરેલી જિલ્લાની અંદર પ્રસરતું રહ્યું હતું અને આજે આ ગૌશાળાની અંદર 543 ગાયો જે બીમાર પશુઓને સારવાર કરવામાં આવે છે અને સ્વસ્થ કરવામાં આવે છે.

પશુ સારવાર કેન્દ્ર તરીકે ઓળખાય છે ગૌશાળા

વડા ગામે આવેલી આ ગૌશાળા પશુ સારવાર કેન્દ્રના નામથી પણ ઓળખાય છે લોકો અહીં લીલો ખાસ સારો દાનમાં આપવામાં આવે છે આ ગૌશાળા ની અંદર બીમાર પશુઓને લાવવામાં આવે છે અહીં એક ડોક્ટર દ્વારા 24 કલાક બીમાર પશુઓની સારવાર કરવામાં આવશે સાથે જ તમામ પશુઓની સારવાર અને સંભાળ રાખવા માટે પાંચ વ્યક્તિઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

જયંતીભાઈ માલાણી દ્વારા આ વંડા સિવાય સુરતમાં પણ મોટી ગૌશાળા ચલાવવામાં આવે છે જ્યાં 4000 જેટલી ગાયોની સારવાર સાર સંભાળ રાખવામાં આવે છે. આ ગૌશાળા નો એક નિયમ છે કે ગાય આ ગૌશાળા ના દરવાજાની અંદર આવ્યા બાદ મૃત્યુ પામે ત્યાં સુધી અહીંયાથી બહાર લઈ જવામાં આવતી નથી.

તમામ ગાયોને અંદર જ પાણીથી લઈ અને ઘાસચારાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે અહીં નાના વાછરડી ઓ પણ ઉછેરવામાં આવે છે જેઓની માતા અન્ય કારણોસર મૃત થઈ હોય જેવી નાની વાછડી વાછડાઓને અહીં અન્ય ગાયોને દૂધ દોહી અને આ વાસરડીઓને પીવડાવી અને સાર સંભાળ રાખી અને મોટી કરવામાં આવે છે

તમારા શહેરમાંથી (અમરેલી)

First published:

Tags: Gaushala, Local 18, અમરેલી



Source link

Leave a Comment