ઉલ્લેખનીય છે કે સંશોધન બાદ જાણવા મળ્યું છે કે અળસિયાના ખાતરનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ડબલ થઇ જાય છે.
અળસિયાનું ખાતર બનાવવા માટેની રીત
1-છાંયડા વાળી જગ્યા પસંદ કરવી
2-ખેતીવાડીના ઘન કચરા ભેગો કરવો સાથે જ ગાય ભેંસ ના છાણ ભેગા કરવા
3-ત્રણ ફૂટ પહોળા ને દોઢ ફૂટ ઊંચા અનુકૂળતા મુજબ લંબાઈ વાળી જગ્યા પસંદ કરી અને બેડ બનાવવો
4- બે બેડ વચ્ચે દોઢ ફૂટ જેટલી જગ્યા રાખવી.
5-60% કચરો અને 40% છાણ નો ઉપયોગ કરવો
6-150 કિલો છાણ ને 50 કિલો ઘન કચરા માટે 6 બાય 3ના બેડમાં એકથી દોઢ કિલો અળસિયા નાખવા.
7-બનાવવામાં આવેલા બેડ ઉપર સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ પણ છંટકાવ કરવો
8- બેડ પર છાયડો રાખવો દોઢ મહિને અળસિયાનું ખાતર દૈનિક ક્રિયા કરવાથી તૈયાર થાય છે
દોઢ માસ બાદ તૈયાર થયેલું ખાતર ખેતીના કામની અંદર વપરાશમાં લઈ શકાય છે
અળસિયામાંથી બનાવવામાં આવેલું ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર પણ ગણવામાં આવે છે ખેતરોના જૈવિક કચરાનો ઉપયોગ અને ગાયો ના છાણ મુત્રનો ઉપયોગ કરી અને આ અળસિયા નું ખાતર બનાવવામાં આવે છે અળસિયા દ્વારા જે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવશે તેમાં સારા પ્રમાણમાં પોષક તત્વો વનસ્પતિ માટે વૃદ્ધિ વર્ધક તત્વો તેમ જ સૂક્ષ્મ જીવાણુઓ વિપુલ માત્રામાં રહેલા છે જેથી ખૂબ જ સારું અને ઉત્તમ પ્રકારનું ખાતર ગણવામાં આવે છે સાથે જમીનને ફળદ્રુપતા અને જમીનમાં થતી જૈવિક પ્રક્રિયાઓ તેમજ જમીનના બંધારણની ગુણવત્તા સુધારે છે.
જ્યારે આ અળસિયાનું ખાતર સાવરકુંડલા તાલુકાના ખડસલે ગામ ખાતે આવેલી લોકશાળા ખડસલી માં બનાવવામાં આવે છે આ લોકશાળા ખડસલી જે ગ્રામ સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત શાળામાં તૈયાર કરવામાં આવે છે આ શાળાની અંદર આવેલી જમીનમાં શાકભાજી તેમજ ગાયો માટેના ઘાસચારો વાવવામાં આવે છે વાવણી કરવામાં આવે છે જે તમામ જમીનની અંદર આ અળસિયાનું ખાતર નો ઉપયોગ કરવામાં આવે છે
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર