Amreli: ચૂંટણીમાં કામ કરતાં કર્મચારીઓ માટે યોજાયું બેલેટ મતદાન, જુઓ વીડિયો


Abhishek Gondaliya Amreli: ગુજરાતમાં ચૂંટણીનો માઅને સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ચૂંટણીને લઇને લાખો કર્મચારીઓ પણ તૈયારીમાં જોડાયેલા છે. ત્યારે આ કર્મચારીઓને પણ મતદાન કરવાનો હક છે. જો કે આવા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે. ત્યારે અમરેલીમાં ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી 95-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાંતિપૂર્ણ રીતે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

95-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામે સંપાદન કરવામાં આવેલા વાહનના ચાલકો, કંડકટર, ક્લીનર, હેલ્પર તથા ચૂંટણી ફરજ પર હોવાના કારણે પોતાના મતદદાન મથકે મત આપે શકે તેમ ન હોય તેવા તમામ કર્મયોગીઓ માટે ટપાલથી મતદાન કર્યું હતું. 95-અમરેલી વિધાનસભા મત વિસ્તારના મતદાન માટે લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રકિરાય ચાલી હતી.

મતદાન પ્રક્રિયા સુચારું રુપે થઈ શકે તે માટે જરુરી કર્મચારીઓ અને ફેસીલીટેશન સેન્ટરના ઈન્ચાર્જશ્રીની પણ નિમણુક આ કામગીરીને ધ્યાને લઇને કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી અને કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. ચૂંટણી અધિકારી 95-અમરેલી વિધાનસભા મત વિસ્તાર-વ-પ્રાંત અધિકારી દેસાઈના જણાવ્યા મુજબ ટપાલથી મતદાન માટે કુલ 1930 અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધણી કરાવી હતી.

તમારા શહેરમાંથી (અમરેલી)

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Local 18, અમરેલી, ગુજરાત ચૂંટણી



Source link

Leave a Comment