આ માર્કેટમા દરેક વસ્તુનો ભાવ ફિક્સ કરેલો હોવાથી લોકો ને છેતરાવું પડતું નથી.જ્યારે લોકલ દુકાનોમાં ગરમ કપડા માટે ખરીદી કરવા જતાં હોય છે ત્યારે ગ્રાહક જોઈને ભાવ કરવામાં આવતા હોય છે.અને કલેક્શનમાં પણ કંઈ ખાસ જોવા મળતું નથી આને લીધે તિબેટિયન માર્કેટ મા લોકોને અવનવી વેરાયટી માં ગરમ કપડાં આ બજાર માં મળી જાય છે.અને તેના ભાવ પણ એકસરખા હોવાથી આ તિબેટિયન માર્કેટમાં ખરીદી કરવાનું પસંદ કરે છે.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તિબેટિયન માર્કેટમાં ગરમ કપડાની વેરાયટી જોવા મળે છે. 100 રૂપિયા થી ટોપી, મફલર, મોજાં જેવી વસ્તુની શરૂઆત થાય છે. ત્યારે જેકેટ, સ્વેટર જેવા કપડાં 1500 થી 2000 માં આ માર્કેટમાં વેચાય છે. આણંદ તિબેટિયન માર્કેટમા 40 જેટલા સ્ટોલ નખાયા છે. અને આ બધા સ્ટોલ ઉપર મહીલા, પુરુષ અને નાના બાળકો માટે ગરમ કપડા જોવા મળે છે.
જેમાં મહીલાઓ માટે અલગ અલગ પ્રકાર નાં ગરમ જેકેટ જોવા મળે છે. જેમકે લેધર જેકેટ, વેલ્વેટ જેકેટ, જીન્સ જેકેટ જેવી વેરાયટી માં 2000 થી લઈને 2500 સુધીમાં જોવા મળે છે.આ તિબેટિયન માર્કેટ મા ચાર મહિના જેટલા સમય માટે ગરમ કપડાં ઓનું માર્કેટ ભરાય છે ત્યારે આણંદ જિલ્લાના આજુ બાજુ ના ગામડા નાં લોકો અહી ગરમ કપડાં લેવા આવતા હોય છે.
પ્રસંગ ભુજા તિબેટીયન વેપારીએ વાતચીતમાં જણાવ્યું હતુ કે મારે અહી 20 વર્ષ થયાં અને મારા પિતાને 30 થી 40 વર્ષ થયા અને અમે દર વર્ષે અહીંયા ચાર મહિ ના માટે આણંદમાં સ્ટોલ નાખીએ છે. અહી બધા પ્રકારના ગરમ કપડા મળ છે. જેકેટ, સોલ,મોજા,ટોપી, જેવા ગરમ કપડાં વેચીએ છે. લેડીસ, જેન્ટસ, બાળકો બધાના કપડા અહી મળી રહે છે અને જેનો ભાવ કપડાની કવોલીટી ઉપર આધાર રાખે છે. 500 થી લઈ 2000 સુધીના કપડા મળે છે. અમે અહિ જાન્યુઆરીના અંત સુધી સ્ટોલ રાખીએ છીએ અમે કપડા હાથે બનાવેલા તથા મશીનમાં બનાવેલા બંને પ્રકારના રાખીએ છીએ હાથે કપડા ઓછા બને છે. અમારા કપડાની ખૂબી એ છેકે એ ટકાઉ હોય છે અને કિંમતમા સસ્તા હોય છે.
તમારા શહેરમાંથી (આણંદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Anand, Clothes, Local 18, Winter Season