રડતા રડતા છોકરીએ કહ્યું- મેં માત્ર મારા પોતાના વીડિયો જ બનાવ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ગત મંગળવારે છોકરી અને આ યુનિવર્સિટીના એમબીએ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સની બંધ રૂમમાં લગભગ પોણા ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. એસઆઈટીએ આરોપી છોકરીને વીડિયો અંગે પૂછપરછ કરી હતી પરંતુ તેણે રડતા-રડતા એક જ જવાબ આપ્યો મેં માત્ર મારો જ વીડિયો બનાવ્યો હતો અને મારા બોયફ્રેન્ડ સન્નીને મોકલ્યો હતો. તેણે કહ્યું કે મને એ બાબતની કોઈ જ માહિતી નથી આ વીડિયો આગળ કોને-કોને મોકલવામાં આવ્યો. એસઆઈટીએ છોકરીને પૂછ્યું કે જો તેણે બીજી છોકરીઓનો વીડિયો બનાવ્યો જ નથી તો તેણે હોસ્ટેલ વોર્ડન સમક્ષ શાં માટે આ બાબતનો સ્વીકાર કર્યો. આ સવાલ પર છોકરી ચૂંપ રહી હતી.
12 વીડિયો કરવામાં આવ્યા છે ડિલીટ
તપાસમાં હજી સુધી કોઈ વીડિયો એવો મળ્યો નથી, જેમાં હોસ્ટેલની અન્ય છોકરીઓને વાંધાજનક ક્લિપ હોય. છોકરીના જે મોબાઈલને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે, તેમાં લગભગ 12 વીડિયો ડિલિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન છોકરીઓના નિવેદનની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી રહી છે, જેથી પુરાવા તરીકે તેને કોર્ટમાં રજૂ કરી શકાય. એસઆઈટીની ટીમે છોકરીઓની હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે બાથરૂમનું ચેકિંગ કર્યું હતું. આ હોસ્ટેલ પહેલા છોકરાઓ માટે બનાવવામાં આવી હતી. પછીથી અહીં છોકરીઓને રહેવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chandigarh, Chandigarh city, Chandigarh punjab government