Armaan Kohli: બિગ બોસ ફેમ એક્ટરને ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા, છેલ્લા 1 વર્ષથી જેલમાં બંધ છે


ડ્રગ્સ મામલામાં છેલ્લા એક વર્ષથી વધારે સમય સુધી જેલમાં બંધ અભિનેતા અરમાન કોહલી માટે રાહતના સમાચાર છે. બોમ્બે હાઇકોર્ટે અરમાનને જામીનની મંજૂરી આપી છે. કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ ભર્યા બાદ જામીન આપવાનો આદેશ આપ્યો છે. કોહલીની ગયા વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ડ્રગ્સ સાથે જોડાયેલા મામલામાં ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય લોકો કરીમ ધનાની તથા ઈમરાન અન્સારીને બહુ પહેલાં જામીન આપી દેવામાં આવ્યા હતા. જ્યારે અરમાને જામીન માટે અનેકવાર કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચોઃ-Kartik Aaryan: સારા અલી ખાન સાથે બ્રેકઅપ પછી કોના પ્રેમમાં છે કાર્તિક આર્યન? આપ્યો આવો જવાબ

ઘણી વખત અરજી નકારી કાઢવામાં આવી

આ વર્ષે ફેબ્રુઆરીમાં એનડીપીએસ કોર્ટમાં અરમાન કોહલી વતી વચગાળાના જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. કોહલી વતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તે તેના બીમાર માતા-પિતાને મળવા માંગે છે, તેથી તેને 14 દિવસ માટે વચગાળાના જામીન આપવામાં આવે. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. બાદમાં તેણે બે દિવસ માટે વચગાળાના જામીન માટે અપીલ કરી હતી. આ પહેલા સ્પેશિયલ કોર્ટ અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

Actor Armaan Kohli gets bail from Bombay High Court on a personal bond of Rs 1 lakh.

શું છે સમગ્ર કેસ

અરમાન કોહલીની ધરપકડ ગયા વર્ષે 28 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. તેણે ચાર સપ્ટેમ્બર, 2021ના રોજ પહેલીવાર એસ્પ્લેનેડ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પછી 14 ઓક્ટોબરે મુંબઈની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. NCBએ સૌ પહેલા અજય રાજુ સિંહની ગેરકાયદેસર રીતે ડ્રગ્સ તસ્કરીમાં ધરપકડ કરી હતી. પછી તેણે કહ્યું હતું કે અરમાન કોહલીને અનેકવાર ડ્રગ્સ વેચ્યું છે. એજન્સીએ દરોડા પાડ્યા બાદ ઘરમાંથી 1.2 ગ્રામ કોકેન મળ્યું હતું.

આ રીતે ધરપકડ થઈ હતી

ગયા વર્ષે 28 ઓગસ્ટે NCB હાજીઅલીની પાસે દરોડા પાડ્યા હતા. અહીંથી એક મોટા ડ્રગ પેડલર અજય રાજુ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 25 ગ્રામ એમડી મળી આવ્યું હતું. તે 2018ના NNC મુંબઈ કેસમાં પણ સામેલ હતો, જ્યાં મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. અજયની ધરપકડ પછી તેની પૂછપરછ કરવામાં આવી. રિપોર્ટ્સના અનુસાર, તેની પૂછપરછમાં અરમાન કોહલીનું નામ સામે આવ્યું હતું. NCBની તપાસમાં અભિનેતા અરમાન કોહલીના ઘરે દરોડામાં ડ્રગ્સ મળી આવ્યું હતું અને ત્યારબાદ પૂછપરછ બાદ અરમાન કોહલીની ધરપકડ કરવામાં આવી હતી.

Published by:Priyanka Panchal

First published:

Tags: Armaan kohli, Drugs Case





Source link

Leave a Comment