રાધે રાધે પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધારે ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રમાં અનેક સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ગ્રુપ કોઈ ટ્રસ્ટ કે NGO નથી, સેવા કરવાના ભાવ સાથે કાર્ય કરતા મિત્રનું ગ્રુપ છે. તેઓ ગરીબ બાળકોને ફ્રી માં પ્રવાસ સોમનાથ, દ્વારકા, અંબાજી, નડાબેટ બોર્ડર જેવા સ્થળ પર પ્રવાસ લઈ જવામાં આવે છે, ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાઓ અભિયાન, દિવાળી દરમિયાન પોલ્યુશન ન થાય તે માટે પોલ્યુશન ફ્રી દીવાળી ના જિલ્લાની તમામ શાળાઓમાં પ્રેઝન્ટેશન થકી જાગ્રતી કરવામાં આવે છે.
વડીલો માટે વડીલ વંદના જેવા કાર્યક્રમો, ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાના પરીણામના દિવસો દરમિયાન ગાંધીનગર પોલીસ સાથે રહી ગાંધીનગર અને અમદાવાદની તમામ કેનાલ પર કોઈ બાળક આપઘાત ના કરે તે માટે પહેરો રાખવામાં આવે છે. જેમાં અત્યાર સુધી આ કાર્યમાં 9 વ્યક્તિઓનો જીવ બચાવવા સફળ રહ્યા છે. કોરોના મહામારીમાં બંને લોકડાઉન દરમિયાન રોજના 1100 ટિફિન ગરીબ માણસો, 108 ના કર્મચારીઓ, મુક્તિધામમાં, કોરોનાગ્રસ્ત પરિવારજનોને એવા અનેક લોકોને જમવાનું આ ટીમ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગોબર ધન બાયોગેસ પ્લાન્ટ ગેસની અછત કરશે પૂરી; સરકાર આપે છે આટલી સબસિડી; અહી કરો સંપર્ક
આ ગ્રુપના તન્મયભાઈના જન્મદિવસની ઉજવણી દીકરી વધામણાં, બેટી બચાવો બેટી પઢાવો, ભૂખ્યા ને ભોજન, ગૌમાતા ને ઘાસચારો અને ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો અને જગ્યાઓ જેવી કે સોમનાથ,કાગવડ, સારંગપુર, અંબાજી, નડાબેટ, મહેમદાવાદ, સુરેન્દ્રનગર,108 કેમ્પસ, ગાંધીનગર, કડી, નરેન્દ્રમોદી સ્ટેડિયમ, દાહોદ, કર્ણાવતી, ઓઢવ, નિકોલ, ઘાટલોડિયા, કલોલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સિદ્ધપુર, મુંબઈ, લાંગનજ જેવી જગ્યાએ 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા નીકળી લોકોમાં દેશભક્તિ ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. જેમાં તેઓ 25 યાત્રા પૂર્ણ કરી તે બદલ 25 દીકરી જેને માતા કે પિતા ના હોય ,આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને સોનાની બુટ્ટી અર્પણ કરી યાત્રાની સફળતાની ઉજવણી કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: NGO