astrology-todays-rashifal-23th-november-horoscope-gh-rv – આ રાશિના જાતકોને આવી શકે છે બિઝનેસમાં મુશ્કેલી, કુટુંબીજનો સાથે થશે વિવાદ – News18 Gujarati


Table of Contents

વૃષભ (Taurus):
ઓફિસમાં ધીરજપૂર્વક અને શાંતિથી કામ કરો. તમને તમારી કોશિશોનું ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. તમને બિઝનેસમાં લાભ થશે અને નોકરીની તક પ્રાપ્ત થશે. તમને રોકાણમાં લાભ થવાની શક્યતા રહેલી છે.
ઉપાયઃ કીડીને લોટ અને ખાંડ ખવડાવો

મિથુન (Gemini)
ઓફિસમાં વાતાવરણ ખૂબ જ સારું રહેશે. તમારે જરૂરી કાર્યોમાં વાર ન લગાડવી જોઈએ. તમે બનાવેલી યોજનાના અમલીકરણથી તમને બિઝનેસમાં તમામ પ્રકારે લાભ થશે. તમને રોકાણ કરવાની સારી તક મળશે. અજાણ્યા લોકોથી દૂર રહો અને અફવાઓથી બિલ્કુલ પણ ન ગભરાવું જોઈએ.
ઉપાયઃ વિકલાંગ વ્યક્તિની સેવા કરો.

કર્ક (Cancer)
કોમર્શિયલ કામ કરતા સમયે લાગણીશીલ સ્વભાવ ન રાખવો જોઈએ અને બેદરકારી બિલ્કુલ પણ ન દાખવવી જોઈએ. તમારા બિઝનેસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. ઓફિસમાં તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આજે તમને તમારા સ્ટાર્ટઅપ માટે અનેક નવા આઈડિયા મળશે, જેના કારણે તમને અપાર સફળતા મળશે. બિઝનેસમાં આજે કામનો બોજ રહેશે.
ઉપાયઃ કાળા શ્વાનને તેલથી બનેલ રોટલી ખવડાવો.

સિંહ (Leo)
ઓફિસમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશો. કોઈપણ પ્રકારની અફવાઓમાં ન ઘેરાવું જોઈએ. આજે તમને લાભ થશે અને વેપારમાં એક મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ઓફિસમાં તમારી ઉપલબ્ધિઓમાં વધારો થશે. ઓફિસમાં વર્ક ફેસિલિટીમાં વધારો થાય તેવું જણાઈ રહ્યું છે.
ઉપાયઃ દેવી લક્ષ્મીને કમળના ફૂલ અર્પણ કરો.

કન્યા (Virgo)
બિઝનેસ સંબંધિત બાબતોમાં તમને મનપસંદ પરિણામ પ્રાપ્ત થશે. આજે તમારા ટેલેન્ટના વખાણ કરવામાં આવશે. તમને તમારા કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે. તમારે એક મોટી યોજના બનાવવી જોઈએ, જેનાથી તમને બિઝનેસમાં જરૂરથી લાભ થશે.
ઉપાયઃ સવારે વહેલા ઊઠીને સૂર્યનારાયણને જળ અર્પણ કરો.

તુલા (Libra)
જો તમારો બિઝનેસ રોકાણ સાથે સંકળાયેલો છે, તો બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના છે. નોકરીમાં રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. વિદેશમાં કામ કરવાની તક પ્રાપ્ત થશે. આર્થિક મામલાઓમાં વ્યસ્તતા જોવા મળશે.
ઉપાયઃ કેળાના ઝાડ પાસે ઘીનો દીવો કરો.

વૃશ્ચિક (Scorpio)
કાર્યક્ષેત્રમાં ક્રિએટીવિટીમાં વૃદ્ધિ થશે. નફામાં પણ વધારો થશે. તમે જે ફ્રીલાન્સિંગ કામ કરો છો, તેમાં લાભ થવાની સંભાવના રહેલી છે. કરિઅરમાં જરૂરી લક્ષ્ય પ્રાપ્ત થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
ઉપાયઃ નાની બાળકીઓને ખીર ખવડાવો.

ધન (Sagittarius)
ઓફિસમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને પૂરા મનથી કામ કરશો. ભવિષ્ય માટે જે પણ યોજનાઓ બનાવી છે, તેના ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં આકર્ષક પ્રસ્તાવ મળશે. તમને જીવનમાં અનેક નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. બિઝનેસમાં પ્રોગ્રેસ થશે તેવું જણાઈ રહ્યું છે.
ઉપાયઃ દેવી દુર્ગાને લાલ ચુંદડી અર્પણ કરો.

મકર (Capricorn)
તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમને પરિવારનો સંપૂર્ણપણે સહયોગ પ્રાપ્ત થશે. આજે તમારે બિઝનેસ સંબંઘિત ટ્રાવેલ માટે બહાર જવું પડી શકે છે. આર્થિક મામલાઓ તમારા પક્ષમાં રહેશે. આજે તમને બિઝનેસમાં લાભ થશે.
ઉપાયઃ ભગવાન હનુમાનને શ્રીફળ અર્પણ કરો.

કુંભ (Aquarius)
કરિઅર સંબંધિત નિર્ણય લેતા પહેલા ઉચ્ચ અધિકારીઓ પાસેથી સલાહ અચૂકથી લેવી જોઈએ. અન્ય લોકોને ઉધાર આપવાથી તમારા પૈસા અટવાઈ શકે છે, આ કારણોસર પૈસા ઉધાર ના આપવા તે જ યોગ્ય રહેશે. રોકાણના નામ છેતરપિંડી થઈ શકે છે. જે પણ જરૂરી કાર્ય છે તે સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ.
ઉપાયઃ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.

મીન (Pisces)
બિઝનેસ ક્ષેત્રે તમારું કરિઅર કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આગળ વધશે. આજે તમને વેપાર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમે તમારા બિઝનેસ માટે જે પણ ગોલ નક્કી કર્યા છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે વેપારમાં જે પણ પરિણામ ધાર્યા છે, તમને તેના કરતા પણ સારું પરિણામ પ્રાપ્ત થશે. વેપાર મામલે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
ઉપાયઃ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.

First published:

Tags: Aaj nu rashifal, Money MantraSource link

Leave a Comment