Australias High Commissioner to India praised Garba


વડોદરા: હાલ ગુજરાત સહિત વિશ્વના લોકો નવલી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે આ તહેવારને લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવતા હોય છે. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં એક આગવી શૈલી અને કળા સાથે ગરબા રમવામા આવતો હોય છે. ગુજરાતી ભલે જગતના ગમે તે ખુણે વસવાટ કરતો હોય પરંતુ પોતાને ગરબા રમતા રોકી શકતો નથી, અને કદાચ એટલા માટે આજે ગરબા ગ્લોબલ બની શક્યો છે. વિશ્વના લોકો પણ ગરબાના ચાહકો થવા લાગ્યા છે.

વિશ્વમાં વડોદરાના ગરબા ભારે બોલબાલા

વડોદરાનગરીના લોકોને ઉત્સવ પ્રિય કહેવામાં આવે છે. નવરાત્રીમાં વડોદરા શહેરના લોકો ભારે ઉત્સાહ સાથે ગરબા રમતા હોય છે, આખા વિશ્વમાં વડોદરાના ગરબા ખુબ જ વખણાય છે. ત્યારે વડોદરામાં થતા ગરબા નિહાળ માટે ભારતના વિદેશ મંત્રી સહિત 60 દેશોના રાજદુતો આવ્યા હતા. જ્યારે હરણીના વિમાન મથક પર તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ. જેથી આવેલા વિદેશી મહેમાનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશનરે ગરબાના કર્યા વખાણ

ત્યારે હવે જ્યારે ગુજરાતનો ગરબો ગ્લોબલ બન્યો છે અને ગરબાના રંગમાં રંગમાં વિદેશીઓ પણ ભાન ભૂલી ગરબે રમી રહ્યા છે. ત્યારે ગુજરાતની નવરાત્રિથી અભિભૂત અને પ્રભાવિત થયેલા ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશનરે ગરબાના વખાણ કર્યા હતા. ગુજરાતના ગરબા જ્યારે વિશ્વ ફલક પર ધુમ મચાવી રહ્યા છે, ત્યારે વડોદરા ખાતે ગરબા નિહાળવા માટે આવેલા ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશનરે ગુજરાતના ગરબાના ખુબ જ વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે આવા અદભૂત અનુભવ માટે ગુજરાતના મુખ્યમંત્રીનો ખાસ આભાર માલ્યો હતો.

આ પણ વાંચો: મુલાયમ સિંહની હાલત ગંભીર, વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા

વડાપ્રઘાન મોદી ગુજરાતના ગરબાને વિશ્વ સુધી લઈ ગયા

વિદેશી મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે વડોદરામાં દિવસ પસાર કરવામાં આવશે અને વિશ્વ વિખ્યાત વડોદરાના ગરબાનો આનંદ લશે, કારણ કે, રાજદૂતોને ગુજરાતમાં થયેલો વિકાસ જોવાની ભારે ઉત્સુકતા છે. ભારતના ગરબા આજે ગ્લોબલ બન્યા છે. આજે ભારત જ નહીં પર વિશ્વના મોટો ભાગના દેશોમાં ગરબા રમાવામાં આવે છે. ભારતના વડાપ્રઘાન મોદીએ ગરબાને વિશ્વ સુધી લઈ જવામાં ભારે જહેમત ઉઠાવી છે. જેના કારણે ગરબો ગ્લોબલ બન્યો છે.

તમારા શહેરમાંથી (વડોદરા)

Published by:Vimal Prajapati

First published:

Tags: Navratri, Navratri 2022, Navratri Garba





Source link

Leave a Comment