B-for garba has increased in Godhra this year, know which garba will be held here.psp – News18 Gujarati


Prashant Samtani, Panchmahal: દર વર્ષે નવરાત્રા આવે એટલે ગરબા પ્રેમીઓ ગરબા ના તાલે ઝૂમવા માટે, કઈ કઈ જગ્યા એ ગરબા નું આયોજન થવાનું છે તેની શોધખોળ શરૂ કરી દેતા હોંય છે. નવરાત્રી માં પુરુષો થી વધુ સ્ત્રીઓ વચ્ચે ગરબા ક્યાં રમવા જવું તેની ઘણી ચર્ચાઓ થતી હોંય છે. ગોધરાની ગરબા પ્રેમી જનતા માટે ખાસ કરીને સ્ત્રીઓ માટે આ વખતે ઘણી જગ્યા એ સીંગલ ડે બી ફોર નવરાત્રિ નું ભવ્ય આયોજન થનાર છે.

નવરાત્રિ ના 9 દિવસ તો ગરબા વિશે બધા જાણે છે, પરંતુ બી ફોર નવરાત્રિ એ તાજેતરમાં પ્રચલિત થતું ચલણ છે. ઘણી સોસાયટીઓ પોતાના વિસ્તાર ના લોકો માટે ખાસ બિફોર નવરાત્રિ નું આયોજન કરતા હોંય છે, જોત જોતામાં હવે બિફોર નવરાત્રિ નું ચલણ એટલું બધું વધ્યું છે કે, હવે મંડળો વચ્ચે જાણે બિફોર નવરાત્રિ ના આયોજન માટે રેસ લાગી હોંય. આ વર્ષે એક બે નહીં 4 થી વધુ સ્થળે ગોધરા માં બિફોર નવરાત્રિ નું આયોજન થનાર છે.ક્રિકેટમાં જેમ મૅચ રમતા પહેલા ખેલાડીઓ પ્રેકટીસ કરતા હોંય છે, તેમ જ નવરાત્રિ ના 9 દિવસ ગરબા રમવા માટે, થોડા દિવસ પહેલાં જ પ્રેકટીસ ના ભાગ રૂપે અને 9 દિવસ ગરબા રમવા તૈયાર થઈ જવા બિફોર નવરાત્રિ નું આયોજન કરવામાં આવતું હોંય છે.

ગોધરા શહેરની મહિલાઓ ધ્વારા ભેગા મળી બનાવેલ ઉડાન ગ્રૂપ આ વર્ષે પહેલી વખત ભવ્ય બિફોર નવરાત્રિ નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે ગોધરા શહેર ના ગરબા પ્રેમીઓ માટે ચર્ચા નો વિષય બનેલ છે.

ગોધરા શહેર ના લુણાવાડા રોડ પર આવેલ રાજાઈ સ્ક્વેર, બેંકવેટ હોલ ખાતે તારીખ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રિ ના 9 વાગ્યા થી ભવ્ય બિફોર ગરબા નાઇટનું આયોજન કરવામાં આવેલ છે. કહેવાય છે નવરાત્રિ ના 9 દિવસ માતાજી ની આરાધના, પૂજા અર્ચના સાથે ગરબા કરી માં ને પ્રસનન કરવાના પવિત્ર દિવસો હોંય છે, અને જ્યારે મહિલાઓ પોતે જ સાથે મળી માં ના ગરબા નું આયોજન કરી રહી હોંય તે ખુબ ગર્વ ની વાત ગણી શકાય.

આ ઉપરાંત ઘણી જગ્યા એ બિફોર નવરાત્રિ ગરબા સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે લાયન્સ ક્લબ ગોધરા ધ્વારા આયોજિત નવરાત્રિ સ્પર્ધા 2022 નું ભવ્ય આયોજન થનાર છે, જે તારીખ 25 સપ્ટેમ્બર ના રોજ રાત્રિ ના 8.30 કલાક થી શરૂ થસે, જે ફક્ત મહિલાઓ માટે જ આયોજિત થનાર છે.

સપ્તક ક્લબ આયોજિત, સ્ટેજ ગરબા હરીફાઈ 2022, જે તારીખ 24 સપ્ટેમ્બર, રાત્રિ ના 8 વાગ્યે શરૂ થસે, જેમાં ઘણા બધા ઈનામો પણ રાખવામાં આવેલ છે. જેની વધુ વિગત આ મુજબ છે.

બ્રહ્મ સમાજ ગોધરા ધ્વારા આયોજિત બ્રાહ્મણ ગરબા મહોત્સવ 2022 નું ભવ્ય આયોજન થનાર છે, જે તા 24 સપ્ટેમ્બર ના રોજ બનઝારા પાર્ટિ પ્લોટ ખાતે આયોજિત થનાર છે. જેમાં કોઈ પ્રવેશ ફી નથી. ( ફક્ત બ્રાહ્મણ સમાજ માટે પ્રવેશ

તમારા શહેરમાંથી (પંચમહાલ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal



Source link

Leave a Comment