Bagsara jewelery worth Rs 6 lakhs stolen from Narnan Nagar area of Ahmedabad


અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવતા જ તકનો લાભ લઈને નજર ચૂકવી ચોરી કે પછી કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુ અથવા તો રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ જાણે કે શહેરમાં સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાંથી હોન્ડા સીટી કારનો કાચ તોડી રૂપિયા 14 લાખ 70 હજારની ચોરીનો બનાવ પણ સામે આવ્યો છે. તો હવે શહેરના નિર્ણય નગર વિસ્તારમાંથી નજર ચુકવી રૂપિયા 6 લાખના બગસરાના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

રાયપુર વિસ્તારમાં રહેતા અને માણેકચોક ખાતે આવેલ ભવાની ગોલ્ડ ફોર્મિંગ નામની દુકાનમાં નોકરી કરતા સંજયભાઈ પ્રજાપતિ અને તેમની સાથે નોકરી કરતા અનિલભાઈ પ્રજાપતિ ગઈકાલે સવારે એક્સેસ વાહન પર બગસરાનાં દાગીનાની બે બેગ ભરી નીકળ્યા હતા. અને તેઓ ચાંદલોડિયાથી નિર્ણયનગર તરફ જતા હતા. આ દરમિયાન નિર્ણયનગર ખાતે એક પાન પાર્લર પર બપોરે ચારેક વાગ્યાની આસપાસ તેઓ સિગરેટ પીવા માટે ઉભા હતા.

આ પણ વાંચો- ખેડા પથ્થરમારા મામલે હર્ષ સંઘવીની આકરી ચેતવણી

જ્યારે દાગીના ભરેલ બેગ એક્સેસમાં મુકેલ હતી એને આ વાહન પાસે અનિલ પ્રજાપતિ પણ ઊભા હતા. જો કે ફરિયાદી છોડે દૂર ઊભા રહીને સિગારેટ પીતા હતા તે દરમિયાન નિર્ણયનગર ગરનારા બાજુથી એક મોટર સાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. જેમાં મોટર સાયકલ ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ઈસમે ચહેરા પર રૂમાલ બાંધેલો હતો. જેઓ ફરિયાદીની નજર ચૂકવીને રૂપિયા 6 લાખની કિંમતના બગસરાના દાગીના ભરેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- ચૂંટણી પહેલા ભાંગેલી, તૂટેલી, વિખરાયેલી કોંગ્રેસને વધુ એક ફટકો

જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે અહીં દિવાળી પહેલા બનેલી આ ઘટનાથી લોકોએ પણ સાવચેત રહેવા જેવું છે અને રોકડ રકમ લઇને જતા તેનું ધ્યાન રાખવા સચેત રહેવું જોઇએ નહીં તો ચોર ટોળકી તમારી દિવાળી બગાડી શકે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત



Source link

Leave a Comment