બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામના 36 વર્ષિય દશરથભાઈ ધુડાભાઇ જોશી જન્મજાતથી 90 ટકા પ્રજ્ઞાચક્ષુ હતા. એક બે વર્ષ પહેલા યુવકને વિચાર આવ્યો કે હું સૂરદાસ છું. પરંતુ મારે હવે આત્મનિર્ભર બનવું છે.અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ સૂત્ર દશરથભાઈ ધુડાભાઇ જોશીએ સાર્થક કરી બતાવ્યું છે. દશરથભાઈ જન્મથી તેમની બે આંખમાં બાળ મોતીયો હતો. બાળપણમાં આંખોનું ઓપરેશન કરાવ્યું. ત્યારે એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું અને એક આંખમાં થોડી રોશની રહી હતી.
દશરથભાઈએ ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ આંખોની રોશની ન હોવાના કારણે તેમને અભ્યાસને પડતો મૂક્યો. બાદ દશરથભાઈ તેમના માતા - પિતા સાથે ખેતી કામ અને પશુપાલનમાં મદદ કરવા લાગ્યા. બાદ એક આંખની થોડા ઘણી રોશની બચી હતી.પરંતુ 2 વર્ષ પહેલા કુદરતી રીતે તેમની આંખોની બચી રહી ગયેલી રોશની પણ ચાલી ગઈ હતી. તે બાદ એકદમ તેમને દેખાવાનું બંધ થઈ ગયું.
યોગ અભ્યાસથી નિપુણતા મેળવી
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
દશરથભાઈને બંને આંખોની રોશની ચાલી ગયા બાદ એક વિચાર આવ્યો કે,મારે કુટુંબ છે. હું સુરદાસ છું મારે હવે આત્મનિર્ભર બનવું છે. દશરથભાઈ પરણિત છે, તેમને ત્રણ સંતાન છે. ભગવાનનું સ્મરણ કરતા હતા. બાદ તેમને મોબાઇલમાં યોગનો વિડીયો સાંભળ્યો.બાદ દશરથભાઈને યોગ અભ્યાસ કરવાનો વિચાર આવ્યો. યોગ કરવાથી તીસરી આંખ ખુલતી હોય તો મારે તીસરી આંખ ખોલવી છે. તેવું વિચારી દશરથભાઈએ ભગવાનને ગુરુ બનાવ્યા અને યોગ અભ્યાસ કરવાની શરૂઆત કરી.
એક દિવસ તેમના કાકા લાકડાના ખાટલા બનાવી ઘરે લાવ્યા હતા.ત્યારે તેમને દશરથભાઈને કહ્યું કે, તું ખાટલા ભરી શકશે? કેમકે દશરથભાઈને જ્યારે આંખોમાં રોશની હતી. પહેલા સાદા ખાટલા ભરતા હતા, પરંતુ આંખોની રોશની ચાલી ગયા પછી દેખાવાનું બંધ થઈ ગયું. તેમના કાકાએ તેમને કહ્યું કે હવે તને દેખાતું નથી તો કેવી રીતે ખાટલા ભરશે? ત્યારે દશરથભાઈએ કહ્યું કે, મને જ્યારે દેખાતું હતું ત્યારે હું સાદા ખાટલા ભરતો હતો, પરંતુ હવે મારી આંખોની રોશની જતી રહી છે. મારે હવે દુનિયાને કંઈક કરી બતાવું છે અને શરૂઆતમાં જે સાદા ખાટલા ભરતો હતો. હવે નહીં ભરું અને અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી દોરી વડે ખાટલા ભરવા છે. બાદ દશરથભાઈએ ધીમે ધીમે અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી દોરી વડે ખાટલા ભરવાનું શરૂઆત કરી.
સાથિયા,મોર સહિતની ડિઝાઇન બનાવે
અલગ અલગ ડિઝાઇનના ખાટલા ભરે છે.તેમણે સાથીયા, મોર છાપ, નામ, મોબાઈલ નંબર વગેરે ડિઝાઇનવાળા રંગબેરંગી દોરી વડે ડિઝાઇનથી ખાટલા ભરવાનું શરૂ કર્યું અને ત્યારથી તેમની પ્રગતિની શરૂઆત થઈ. તેમની કલાથી લોકો મંત્રમુગ્ધ બની ગયા છે.
400 રૂપિયામાં ખાટલો ભરી આપે છે
દશરથભાઈ અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી દોરી વડે એક ખાટલો 400 રૂપિયામાં ભરી આપે છે અને ધીમે ધીમે પોતાની કલાથી અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી દોરી વડે ખાટલા ભરવાની શરૂઆત કરી અને પોતાની આવકમાં વધારો થયો. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની શરૂઆત કરી. સમગ્ર પંથકમાં સારી એવી નામના મેળવી છે.. આ ઉપરાંત દશરથભાઈ તેમના માતા-પિતાને ખેતી તેમજ પશુપાલનમાં પણ મદદરૂપ થઇ રહ્યા છે. જેમાં ખેતરમાં ઘાસ કાપવું તેમજ પશુઓને ખાણ પણ ખવડાવે છે.
પ્રજ્ઞાચક્ષુ યુવકનું સપનું
દશરથભાઇને દુનિયાને કંઈક કરી બતાવું છે. ભજન અને લોકગીતનો ગાવાનો દશરથભાઇ અનેરો શોખ છે. જેઓ ગીતો ગાતા-ગાતા થોડીક જ વારમાં અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી દોરી વડે ખાટલો ભરી લોકોને મંત્રમુગ્ધ કરે છે. આગામી સમયમાં તેમને મોટો ગાયક કલાકાર બનવાનું એક સ્વપ્નું છે..
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha, Blind man, Local 18