Bank Holidays In October most of the bank to be closed for 21 days in next months


નવી દિલ્હીઃ આ સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં છે અને જો તમારે બેંકના કોઈ કામ પતાવવાનો હોય તો જલ્દી કરજો કારણ કે, ઓક્ટોબર મહિનો ભારતમાં તહેવારોનો મહિનો કહેવાય છે. વર્ષના ઘણા મોટા તહેવારો આ મહિનામાં આવે છે. ઓક્ટોબરમાં નવરાત્રી, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી (Diwali 2022), છઠ પૂજા સહિતના અનેક તહેવારો આ મહિનામાં ઉજવવામાં આવશે. આ જ કારણ છે કે ઓક્ટોબર મહિનો રજાઓથી ભરપૂર રહેશે અને બેંકો આખા મહિનામાં માત્ર 9 દિવસ જ કામ કરશે. એટલે કે 21 દિવસ બેંકોમાં રજા રહેશે. તેથી, જો તમારે પણ કેટલાક મહત્વપૂર્ણ બેંકિંગ કામ કરવાના હોય અને તેમાં પણ ખાસ કરીને બેંકની બ્રાન્ચમાં જવું પડે તેમ હોય તો તેને આ મહિનામાં જ પૂર્ણ કરો તો સારું રહેશે.

આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

રિઝર્વ બેંક દરેક કેલેન્ડર વર્ષમાં બેંકોની રજાઓની યાદી બહાર પાડે છે. જે મુજબ આ રજાઓ છે જોકે અહીં એ સ્પષ્ટ કરી દઈએ કે ઓક્ટોબરમાં દેશભરની તમામ બેંકો 21 દિવસ સુધી બંધ નથી રહેવાની. આરબીઆઈ દ્વારા રજાઓની જે યાદી બહાર પાડવામાં આવે છે તેમાંથી ઘણી રજાઓ રાષ્ટ્રીય સ્તરની હોય છે જ્યારે કેટલીક રજાઓ રાજ્ય સ્તરની હોય છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરની રજાઓ હોય છે તે દિવસે દેશભરમાં બેંકિંગ સેવાઓ બંધ રહે છે. પરંતુ જ્યારે રજાઓ સ્થાનિક અથવા તો રાજ્ય સ્તરની હોય છે. તે દિવસોમાં બેંકની તે જ શાખાઓ માત્ર રજા પાડે છે જે તે રાજ્યમાં આવેલી હોય છે. અલગ-અલગ રાજ્યો માટે રજાઓની યાદી પણ અલગ-અલગ હોય છે.

આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

રજાઓના દિવસે ઓનલાઈન સર્વિસિસનો ઉપયોગ કરો

બેંકોની મોટાભાગની સેવાઓ ઓનલાઈન હોય છે, મોબાઈલ બેકિંગ અને નેટ બેંકિંગે ગ્રાહકોની અનેક મુશ્કેલીઓ ઓછી સરળ બનાવી દીધી છે. તેથી જો બેંકમાં રજા હોય તો તે દિવસે તમે જરુરી બેકિંગની અનેક સેવાઓનો ઓનલાઈન ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન સેવાઓનો કઈ રીતે ઉપયોગ કરવો તેની જાણકારી જરુર લેવી જોઈએ. કારણ કે બની શકે કે તમારે બેંકનું જે કામ છે તે ઓનલાઈન જ પતિ જતું હોય તો તમારે બ્રાન્ચની મુલાકાત લેવાની પણ જરુર નહીં રહે. જોકે તેમ છતાં કેટલાક કામ એવા હોય છે જેના માટે બ્રાન્ચની મુલાકાત લેવી જ પડે છે. ત્યારે આ રજાઆઓનું લિસ્ટ તમારા ધ્યાનમાં રાખજો.

આ પણ વાંચોઃ TCS અને Infosys સહિતના મોટા IT સ્ટોક્સમાં કડાકો, તમારે શું કરવું? નિષ્ણતોએ આપી સલાહ

તારીખ ક્યાં ક્યારે રજા રહેશે
1 ઓક્ટોબર બેંકનું અર્ધવાર્ષિક બંધ (દેશભરમાં રજા)
2 ઓક્ટોબર રવિવાર અને ગાંધી જયંતીની રજા (દેશભરમાં રજા)
3 ઓક્ટોબર હાઅષ્ટમી (દુર્ગા પૂજા) (અગરતલા, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના, રાંચીમાં બેંકો બંધ રહેશે)
4 ઓક્ટોબર મહાનવમી / શ્રીમંત શંકરદેવનો જન્મદિવસ (અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા, ચેન્નાઈ, ગંગટોક, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમમાં રજા)
5 ઓક્ટોબર દુર્ગા પૂજા/દશેરા (વિજય દશમી) (દેશભરમાં રજા)
6 ઓક્ટોબર દુર્ગા પૂજા (દસૈન) (ગંગટોકમાં રજા)
7 ઓક્ટોબર દુર્ગા પૂજા (દસાઈ) (ગંગટોકમાં બેંકો બંધ રહેશે)
8 ઓક્ટોબર બીજા શનિવારની રજા અને મિલાદ-એ-શરીફ/ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (ભોપાલ, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં રજા)
9 ઓક્ટોબર રવિવાર
13 ઓક્ટોબર કરવા ચોથ (શિમલામાં રજા)
14 ઓક્ટોબર ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ, શ્રીનગરમાં રજા)
16 ઓક્ટોબર રવિવાર
18 ઓક્ટોબર કટી બિહુ (ગુવાહાટીમાં રજા)
22 ઓક્ટોબર ચોથો શનિવાર
23 ઓક્ટોબર રવિવાર
24 ઓક્ટોબર કાલી પૂજા/દિવાળી/નરક ચતુર્દશી) (ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં રજા)
25 ઓક્ટોબર લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજા (ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુરમાં રજા)
26 ઓક્ટોબર ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ/દિવાળી (બાલી પ્રતિપદા)/લક્ષ્મી પૂજા/પ્રવેશ દિવસ (અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગેંગટોક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગરમાં રજા પર રહેશે)
27 ઓક્ટોબર ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચક્કુબા (ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌમાં રજા)
30 ઓક્ટોબર રવિવાર
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ / સૂર્ય ષષ્ઠી દળ છઠ (સવારે અર્ઘ્ય) / છઠ પૂજા (અમદાવાદ, રાંચી અને પટનામાં રજા)

ઉપરના લિસ્ટ મુજબ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે બેંકો બંધ રહેશે. જોકે જે રાષ્ટ્રીય રજાઓ હશે તેમાં સમગ્ર દેશમાં રજાઓ રહેશે.

Published by:Mitesh Purohit

First published:

Tags: Bank holiday, Bank Holiday List, Business news



Source link

Leave a Comment