Bengaluru 67 Year Old Man Dies of Epileptic Attack During Sex Partner


બેંગલુરુઃ બેંગલુરુંમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 67 વર્ષીય વૃદ્ધ 17 નવેમ્બરના રોજ મૃત્યુ પામ્યા બાદ તેમના મૃત શરીરને તેમની ગર્લ ફ્રેન્ડ અને તેના સંબંધીએ સમાજમાં બદનામ થવાની બીક પ્લાસ્ટિક બેગમાં લપેટીને ફેંકી દીધું હતું. ઉલ્લેખનીય છે કે વૃદ્ધનું મૃત્યુ કથિત રીતે સેક્સ દરમિયાન એપિલેપટિક એટેકમાં થયું હતું.

67 વર્ષીય વેપારીને 35 વર્ષની મહિલા સાથે લફ્ડું હતું

પોલીસના જણાવ્યા અનુસાર, 67 વર્ષીય વેપારીને 35 વર્ષની એક છોકરી સાથે લફ્ડું હતું. 16 નવેમ્બરે વેપારી તેની ગર્લફ્રેન્ડના ઘરે ગયો હતો, જોકે ગર્લફ્રેન્ડ સાથે સંભોગ દરમિયાન એપિલેપટિકનો એટેક આવતા તેનું પલંગ પર મૃત્યુ થયું હતું.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટીમાં બદનામ થવાની બીકે વેપારીની ગર્લફ્રેન્ડે તેના ભાઈ અને પતિને બોલાવી લીધા હતા. બાદમાં આ બંનેએ ભેગા થઈને વેપારીના મૃતદેહને એક પ્લાસ્ટિકની બેગમાં ભરીને બેંગલુરુના જેપી નગર ખાતે ફેંકી દીધો હતો.

વેપારીનો ફોન ચેક કરતા આડા સંબંધોનો થયો ઘટસ્ફોટ

વેપારીને આડાસંબંધો હોવાની વાત પોલીસના ફોન ચેકિંગ દરમિયાન બહાર આવી હતી. અને એ વાત જાણવા મળી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની ગર્લફ્રેન્ડના ઘરે હતો. પછીથી પોલીસે આ મુદ્દે ગર્લફ્રેન્ડની પૂછપરછ કરી હતી, બાદમાં તેણીએ મૃતદેહનો નીકાલ કરવામાં આવ્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને તેણીએ કહ્યું હતું કે તેણી પોતાના સંબંધોના કારણે બદનામ થવા માંગતી નહોતી, તેના પગલે જ તેણે મૃતદેહનો ઘરમાંથી નીકાલ કર્યો હતો.

આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો બનાવ, મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને રહેંસી નાખી

વૃદ્ધ ઘરે પરત ન ફરતા પરિવારે ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી

જ્યારે આ અંગે વેપારીના પરિવારની પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે તે પૂત્રવધૂના ત્યાં જઈ રહ્યો છું, એમ કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે તેઓ પરત ન ફરતા અમે ગુમ થયા હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પરિવારે આ આ અંગે ઈન્ડીયન એક્સપ્રેસને માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓનો એગીગોરમ(એક પ્રકારનો ટેસ્ટ) ઓગસ્ટમાં થયો હતો. હાલ પોલીસે ઈન્ડિયન પીનલ કોડના સેક્શન 176, 201, 202 હેઠળ કેસ નોંધ્યો છે. જોકે હાલ પોલીસ આ કેસમાં વૃદ્ધના પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહી છે, જેથી એ વાતનો ખ્યાલ આવે કે હાલ મહિલા જે વાતનો દાવો કરી રહી છે તે સાચી છે કે ખોટી.

Published by:Vrushank Shukla

First published:

Tags: Bengaluru, Crime case, Double murder, Murder case



Source link

Leave a Comment