Table of Contents
મિની નહેરુ નગર ( વસ્ત્રાલમાં આવેલું છે)
જો તમે ચણીયા ચોળી લેવાનું વિચારી રહ્યા છો તો આ માર્કેટ તમારા માટે એક સારો ઓપ્શન છે. અહિંયા તમને ચણીયા ચોળીમાં અનેક પ્રકારની વેરાયટી જોવા મળશે. જો કે તમને ખાસ વાત એ જણાવી દઇએ કે આ માર્કેટમાં તમે ભાવ કરાવી શકો છો. અહિંયા તમને 400 થી 1500 રૂપિયા સુધીમાં મસ્ત ચણીયા ચોળી મળી રહે છે. આ સાથે જ તમને અહિંયા વેસ્ટર્ન કપડાનું કલેક્શન પણ જોવા મળશે. આ જગ્યા પર તમને 400 રૂપિયામાં અને એ કરતા પણ વધારે ભાવના એકલા ચણીયા તમને મળી રહે છે. અહિંયા તમને નાની છોકરીઓની ચણીયા ચોોળી પણ મળી રહે છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં ચહેરા પર તરત ગ્લો લાવવા લગાવો આ ફેસ પેક
લો ગાર્ડન
દરેક લોકોને આ માર્કેટ વિશે ખબર જ હોય છે. લો ગાર્ડન બહુ જૂનું અને જાણીતું માર્કેટ છે. આ માર્કેટમાં તમને ચણીયા ચોળીને અઢળક વેરાયટી જોવા મળી રહેશે. આ સાથે જ તમે અહિંયાથી ઓક્સોડાઇસની જ્વેલરી પણ તમને ગમતી ખરીદી શકો છો. આ માર્કેટમાં હાલમાં બહુ ભીડ થાય છે. અમુક જગ્યાએ તમને 450 પણ ચણીયા મળી રહે છે.
જો તમે અહિંયાથી ચણીયાચોળી લેવાનું વિચારી રહ્યા છો તો તમારે શનિવાર અને રવિવારના દિવસોમાં જવાનો પ્રોગ્રામ બનાવવો નહીં. આ દિવસોમાં હાલમાં અહિંયા ભારે ભીડ થાય છે. આ માર્કેટમાં તમને 500 થી 2500 રૂપિયામાં સુધીમાં અનેક પ્રકારની વેરાયટી મળી રહે છે.
આ પણ વાંચો: નોરતાંમાં બેકલેસ પહેરતા પહેલા આ રીતે ચમકાવો પીઠ
એક્ઝિબિશન એક બેસ્ટ ઓપ્શન
તમને જણાવી દઇએ કે હાલમાં નવરાત્રીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ જગ્યાએ અનેક પ્રકારના એક્ઝિબિશન હોય છે. અહિંયા પણ તમે તમને ગમતી ચણીયા ચોળી લઇ શકો છો. આ એક્ઝિબિશનમાં તમને જ્વેલરીના પણ મસ્ત ઓપ્શન મળી રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri Culture, Navratri Culture and Tradition