આ મરચાની વાત કરીએ તો આ મરચા ખાસ કરીને વિદેશમાં મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. સુરતના માર્કેટ બાદ તેની વિદેશમાં નિકાસ થાય છે પરંતુ ખેડૂતોને સ્થાનિક બજાર કરતા પણ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ થોડો માર સહન કરવો પડતો હોય છે.
સરકાર દ્વારા ઠેરઠેર એપીએમસી માર્કેટ શરૂ કરવામાં આવ્યા છે.જે એપીએમસી માર્કેટમાં જો આદિવાસી ખેડૂતોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબ ખેડૂતો સ્થાનિક માર્કેટ થકી વિદેશીમાં નિકાસ કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો થાય જેથી ખેડૂતને જ ફાયદો થાય તેમ છે જેથી આધુનિક ખેતી કરતા ખેડૂતો માટે એપીએમસી માર્કેટ પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.ત્યારે નેત્રંગ તાલુકાના મરચા પકવતા ખેડૂતોને સ્થાનિક એપીએમસી માર્કેટમાં મરચાના ભાવ સરકાર દ્વારા વધુ મળે તેવી આશા રાખી રહ્યા છે.
મરચાની ખેતી માટે ચોમાસામાં જુન-જુલાઈ, શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્યુઆરી-ફેબુઆરીનો સમય સારો છે. બે હાર વચ્ચે 60 સેન્ટિમીટર અને ખેડૂત બે છોડ વચ્ચે 60 સેન્ટિમીટર અંતર રાખે છે. 30થી 35 દિવસે ધરુ રોપણી લાયક થવાથી ફેર રો૫ણી કરે છે.
ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ એક છોડ પર 2 થી 2.5 કિલો સિટી ટ્વેન્ટી મરચા મળે છે. મરચાના પાકમાં એવા 15 થી 20 દિવસ એક વારી આવે છે.15-15 દિવસે મરચાનો પાક તોડવામાં આવે છે. આમ એક ચાસમાંથી 7-8 વારી આવે છે. તો 2 મણ એટલે કે કુલ 40 કિલોગ્રામ મરચાનો પાક નીકળે છે. તો મરચાના પાકમાં એકરે 30 થી 40 મણ અને એવા 7 થી 8 વખત પાક ઉતારવામા આવે છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Farmer in Gujarat