Bharuch: હવે મરચામાં પણ આવ્યું T20, વિદેશથી આવે છે ઓર્ડર


Aarti Machhi, Bharuch: મરચાની ખેતીમાં પણ ગુજરાત મોખરે છે. મહેસાણા જિલ્લામાં મોટાપાયે મરચાની ખેતી કરવામાં આવે છે. ત્યારે નેત્રંગ તાલુકાના કોડવાવ ગામના દતતુંભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરતા થયા છે. જેઓ એ દર વર્ષે મરચાની અલગ અલગ ખેતી કરે છે. જેઓએ આ વર્ષે સીટી ટ્વેન્ટી મરચાની ખેતી કરી છે.

આ મરચાની વાત કરીએ તો આ મરચા ખાસ કરીને વિદેશમાં મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. સુરતના માર્કેટ બાદ તેની વિદેશમાં નિકાસ થાય છે પરંતુ ખેડૂતોને સ્થાનિક બજાર કરતા પણ ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતોએ થોડો માર સહન કરવો પડતો હોય છે.

સરકાર દ્વારા ઠેરઠેર એપીએમસી માર્કેટ શરૂ કરવામાં આવ્યા છે.જે એપીએમસી માર્કેટમાં જો આદિવાસી ખેડૂતોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબ ખેડૂતો સ્થાનિક માર્કેટ થકી વિદેશીમાં નિકાસ કરવા સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો થાય જેથી ખેડૂતને જ ફાયદો થાય તેમ છે જેથી આધુનિક ખેતી કરતા ખેડૂતો માટે એપીએમસી માર્કેટ પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે.ત્યારે નેત્રંગ તાલુકાના મરચા પકવતા ખેડૂતોને સ્થાનિક એપીએમસી માર્કેટમાં મરચાના ભાવ સરકાર દ્વારા વધુ મળે તેવી આશા રાખી રહ્યા છે.

મરચાની ખેતી માટે ચોમાસામાં જુન-જુલાઈ, શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્‍યુઆરી-ફેબુઆરીનો સમય સારો છે. બે હાર વચ્ચે 60 સેન્ટિમીટર અને ખેડૂત બે છોડ વચ્ચે 60 સેન્ટિમીટર અંતર રાખે છે. 30થી 35 દિવસે ધરુ રોપણી લાયક થવાથી ફેર રો૫ણી કરે છે.

ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ એક છોડ પર 2 થી 2.5 કિલો સિટી ટ્વેન્ટી મરચા મળે છે. મરચાના પાકમાં એવા 15 થી 20 દિવસ એક વારી આવે છે.15-15 દિવસે મરચાનો પાક તોડવામાં આવે છે. આમ એક ચાસમાંથી 7-8 વારી આવે છે. તો 2 મણ એટલે કે કુલ 40 કિલોગ્રામ મરચાનો પાક નીકળે છે. તો મરચાના પાકમાં એકરે 30 થી 40 મણ અને એવા 7 થી 8 વખત પાક ઉતારવામા આવે છે.

તમારા શહેરમાંથી (ભરૂચ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Bharuch, Farmer in Gujarat



Source link

Leave a Comment