આ રીક્રુટમેન્ટ કુલ 150 ખાલી જગ્યાઓ માટે છે. તેમાં સિવિલ, મિકેનિકલ, આઇટી, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને ધાતુશાસ્ત્ર વિષયમાં એન્જીનિયર ટ્રેઇની અને ફાઇનાન્સ અને HRમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇનીની જગ્યાઓનો સમાવેશ થાય છે.
Table of Contents
BHEL રીક્રુટમેન્ટની વિગતો
સિલેક્શન
ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. ઉમેદવારો દ્વારા પરીક્ષામાં મેળવેલા ગુણ આધારે અને રીક્વાયરમેન્ટ પ્રમાણે શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot: રાજકોટનો બ્રિજેશ દાફડા નીટની પરીક્ષામાં બન્યો ટોપર, 720માંથી મેળવ્યા 660 માર્કસ
આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં લેખિત પરીક્ષાના 75 ટકા વેઇટેજ અને ઇન્ટરવ્યૂનું 25 ટકા વેઇટેજ ગણવામાં આવશે.
પાત્રતા માપદંડ(Eligibility Criteria)
વય મર્યાદા: એન્જિનિયર ટ્રેઇની પદ માટે મહત્તમ વય મર્યાદા તમામ શાખાઓ માટે 27 વર્ષ છે. એન્જિનિયરિંગ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશન/મેનેજમેન્ટમાં બે વર્ષ ફુલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે, ઉચ્ચ વય મર્યાદા 29 વર્ષ છે. તેમજ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ફાઇનાન્સ અને HR) પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 29 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શૈક્ષણિક માપદંડ: એન્જિનિયર ટ્રેઇની માટે અરજી કરનારા ઉમેદવારોએ એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં ફૂલ ટાઈમ ગ્રેજ્યુએશન ડિગ્રી, પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ માસ્ટર ડિગ્રી, અથવા સંબંધિત સ્ટ્રીમમાં એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ કરેલો હોવો જરૂરી છે.
એક્ઝિક્યુટિવ ટ્રેઇની (ફાઇનાન્સ) માટે, માન્ય સંસ્થામાંથી ક્વોલિફાઇડ ચાર્ટર્ડ અથવા કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ સાથે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે. એક્ઝિક્યુટિવ ટ્રેઇની (HR) માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે તમામ વર્ષોમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ફુલટાઇમ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી આવશ્યક છે. સાથે જ બે વર્ષની ફુલટાઇમ પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી અથવા સંબંધિત શાખામાં ડિપ્લોમા તમામ વર્ષો/સેમેસ્ટરમાં કુલ ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે કરેલું હોવું જરૂરી છે.
કેવી રીતે અરજી કરવી?
સ્ટેપ - 1 BHEL ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને કરિયર પેજ ખોલો. https://careers.bhel.in/bhel/jsp/
સ્ટેપ - 2 ‘ એન્જીનીયર/એક્ઝિક્યુટિવ ટ્રેઇની રીક્રુટમેન્ટ - 2022’ પસંદ કરો.
સ્ટેપ - 3 ઑનલાઇન અરજી પર ક્લિક કરો અને મૂળભૂત વિગતો ભરીને રજીસ્ટર કરો.
સ્ટેપ – 4 તમારા ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લૉગિન કરો અને એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો.
સ્ટેપ - 5 ફોર્મ સબમિટ કરતા પહેલા એપ્લિકેશન ફી ચૂકવો.
સ્ટેપ – 6 અરજી ફોર્મ સેવ કરી રાખો.
અરજી ફી
બિન અનામત, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો અરજી ફી રૂ. 500 અને પ્રોસેસિંગ ફી રૂ 300 +GST છે. SC, ST, અને PWD કેટેગરીના ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકોએ માત્ર 300 + GST ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો: ITBP SI Recruitment 2022: ITBPમાં સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે અરજી કરવા કાલે અંતિમ તારીખ, લાખોમાં પગાર મળશે
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને તેમના ટ્રેઇનિંગ સમયગાળા દરમિયાન તમામ પોસ્ટ માટે દર મહિને રૂ. 50,000નો પગાર આપવામાં આવશે. ટ્રેઇનિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, એન્જિનિયર્સ/એક્ઝિક્યુટિવ ઉમેદવારોને રૂ. 60,000ના બેઝિક સેલરીમાં રૂ. 60,000થી રૂ. 1,80,000 પગાર સ્કેલ અંતર્ગત પસંદ કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર