પિંકવિંલાના રિપોર્ટ અનુસાર શાલીન ભનોટ (Shalin Bhanot) ‘બિગ બૉસ 16’માં ભાગ લેવા માટે તૈયાર થઇ ગયો છે અને તેને લઇને તે એક્સાઇટેડ પણ છે. રિપોર્ટ અનુસાર, “સીઝન 15 માટે પણ શાલિનનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક અન્ય વર્કકમિટમેન્ટને કારણે તે તેમાં પાર્ટિસિપેટ કરી શક્યો નહતો. જોકે, હવે તે બિગ બૉસ 16નો ભાગ બનવા માટે તૈયાર થઇ ગયો છે.”
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે શાલીન ભનોટ ‘બિગ બૉસ 16’ ભાગ બનવાને લઇને એક્સાઇટેડ છે. જોકે, હજુ સુધી તેમના સામેલ થવાની કોઇ ઓફિશિયલ પૃષ્ટી થઇ નથી. મહત્વપૂર્ણ છે કે શાલીનના પૂર્વ પત્ની અને ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે પણ ‘બિગ બૉસ 13’માં ભાગ લીધો હતો. શાલીને ‘નાગિન’, ‘ દો હંસો કા જોડા’, ‘સૂર્યપુત્ર કર્ણ’, ‘યે હૈ આશિકી’ અને ‘કુલવધુ’ સહિત કેટલાક પોપ્યુલર ટીવી શોમાં કામ કર્યુ છે.
ફેન્સ વચ્ચે આ નામની ચર્ચા
લોકો વચ્ચે ‘બિગ બૉસ 16’ પાર્ટિસિપેટ કરનારા સંભવિત સેલેબ્સને લઇને બજ બનેલુ છે. આ સંભવિત સેલેબ્સ છે- અર્જૂન બિજલાની, દિવ્યાંકા ત્રિપાઠી, શિવાંગી જોશી, ટીના દત્તા, પૂનમ પાંડે અને જન્નત જુબૈર. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ તમામ સેલેબ્સને ‘બિગ બૉસ 16’માં ભાગ લેવા માટે એપ્રોચ કરવામાં આવ્યુ છે.
તાજેતરમાં, એમ જણાવવામાં આવ્યુ હતુ કે ‘લૉક અપ’ વિજેતા અને કૉમેડિયન ‘ મુનવ્વર ફારૂકી’ને શો પણ એપ્રોચ કરવામાં આવ્યુ હતુ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મુનમુન દત્તા અને ફૈસલ શેખને પણ એપ્રોચ કરવામાં આવી છે. ‘બિગ બૉસ 16’નું પ્રીમિયર 1 ઓક્ટોબરે યોજાશે. આ દિવસે તમામ કંટેસ્ટન્ટનો ખુલાસો થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywod, બોલીવુડ ન્યૂઝ