Brahmastra: બ્રહ્માસ્ત્ર એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પછાડી, ડાયરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું, ‘પેડ PRથી પછાડી છે’


રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે બીજા અઠવાડિયામાં 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. રિલીઝ પહેલા સોશિયલ મીડિયા પર બાયકોટ બ્રહ્માસ્ત્ર ટ્રેન્ડ થતું હતું પરંતુ આ ટ્રેન્ડે ફિલ્મની કમાણી પર કોઈ અસર ન પડવા દીધી. રિપોર્ટ્સના અનુસાર, બ્રહ્માસ્ત્રએ અનુપમન ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ધ કાશ્મીર ફાઈલ્સનો બ્રહ્માસ્ત્રે રેકોર્ડ તોડવા પર વિવેક અગ્નિહોત્રી ગુસ્સે થયો છે. તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

રિપોર્ટ્સના અનુસાર, ધ કાશ્મીર ફાઈલ્સે વર્લ્ડવાઈડ 340 કરોડનો બિઝનેસ કર્યો હતો. તેમજ બ્રહ્માસ્ત્રએ આ આંકડો પાર કરી વર્લ્ડવાઈડ 350 કરોડની નજીક પહોંચી ગયો છે. જેના પછી બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચોઃ- Brahmastra: રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’એ બનાવ્યો એક નવો રેકોર્ડ, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પણ પાછળ છોડી

વિવેક અગ્નિહોત્રીને આવ્યો ગુસ્સો

સોશિયલ મીડિયા પર બ્રહ્માસ્ત્રે ધ કાશ્મીર ફાઈલ્સનો રેકોર્ડ તોડવાની પોસ્ટ જોઈ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ગુસ્સો આવ્યો છે. તેને ટ્વીટ કરી- હાહાહા. મને નથી ખબર કે તેમને કેવી રીતે ધ કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દીધી…સ્ટિક, રૉડ, હૉકી અથવા એકે47 અથવા પત્થર…પેડ પીઆર અને ઈન્ફ્લુઅન્સરની સાથે? બોલિવૂડ ફિલ્મો એકબીજા સાથે મુકાબલો કરતી હોય છે. અમને એકલા છોડી દો. હું આવી બકવાસની રેસનો ભાગ બનવા નથી માગતો. આભાર..

બાયકોટ ટ્રેન્ડને યોગ્ય ગણાવ્યું

સોશિયલ મીડિયા પર કેટલાક સમય પહેલા બાયકોટ ટ્રેન્ટ ચાલી રહ્યો છે. તેના પર વિવેગ અગ્નિહોત્રીએ હાલમાં પોતાની વાત રાખી હતી. તેણે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતા કહ્યું હતું- આ એક જટિલ મુદ્દો છે અને બાયકોટ બોલિવૂડ અભિયાન સારું છે, કેમ કે તે લોકોની એ વસ્તુઓની હતાશાને દર્શાવે છે જેના પર બોલિવૂડ વિચાર કરી રહ્યું છે.

9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના હજી બે ભાગ આવશે.

Published by:Priyanka Panchal

First published:



Source link

Leave a Comment