Table of Contents
સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
બ્રહ્માસ્ત્ર દુનિયાભરમાં શાનદાર કમાણી કરી રહી છે. રિપોર્ટ્સના અનુસાર, તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 350 કરોડની નજીક છે. તેથી આ ફિલ્મે ધ કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દીધી છે. કાશ્મીર ફાઈલ્સનું વર્લ્ડવાઈડ કલેક્શન 340 કરોડ હતું, પરંતુ બ્રહ્માસ્ત્રે આ આંકડો પાર કરી દીધો છે અને વર્ષ 2022ની સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
આ મામલામાં હજી પણ કાશ્મીર ફાઈલ્સ કરતાં પાછળ
બ્રહ્માસ્ત્રે વર્લ્ડવાઈડ સ્તરે ભલે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી દીધી છે, પરંતુ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર 252 કરોડની કમાણીની સાથે ધ કાશ્મીર ફાઈલ્સ વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ્સના મામલામાં પહેલા નંબર પર છે. તેમજ રણબીરની ફિલ્મ લગભગ 191 કરોડના કલેક્શનની સાથે બીજા નંબર પર, જ્યારે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 185 કરોડની કમાણીની સાથે ત્રીજા નંબર પર છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જે રીતે પર્ફોર્મ કરી રહી છે તે જોતા લાગે છે તે જલ્દી તે વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દેશે.
8 હજારથી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ
9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.
ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના હજી બે ભાગ આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ranbir Kapoor