25 મુસાફર સવાર હતા
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેમનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સવારે એક બસમાં આગ લાગી ગઈ હતી. શરૂઆતમાં એન્જિનમાંથી ધૂમાડો બહાર નીકળવા લાગ્યો હતો. સમયસૂચકતા વાપરીને ડ્રાઇવરે તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જોત જોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગી તે પહેલા બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. તમામને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
સવારે 8:30 વાગ્યાની આસપાસ બસમાં આગી લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
#BreakingNews : અમદાવાદમાં મેમનગર BRTS બસમાં લાગી આગ
આગ લાગતા અફરા તફરી મચી
ડ્રાઈવરની સૂઝબૂઝથી તમામ લોકોનો બચાવ#Ahmedabad #Gujarat #news pic.twitter.com/i4P6qYG8Oo
— News18Gujarati (@News18Guj) September 16, 2022
બસ સ્ટેન્ડને નુકસાન
જે બસમાં આગ લાગી હતી તે બસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે ઊભી હતી. આગ લાગવાને કારણે બીઆરટીએસ બસ સ્ટેન્ડને પણ થોડું નુકસાન થયું હતું. જોકે, ફાયરનો સ્ટાફ તાત્કાલિક દોડી આવતા બસ સ્ટેન્ડને વધારે નુકસાન થતા અટકી ગયું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર