આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો
મેક્સિકો દેશમાં રજનીગંધા (પોલોએંથસ ટ્યૂબરોજ લિન)ની ઉત્પત્તિ થઈ છે. આ ફૂલ એમરિલિડિએલી ફૂલનો છોડ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ
ખેતી કેવી રીતે કરવી (How to Farming)
રજનીગંધાના ફૂલોની ખેતી કરતા પહેલા પ્રતિ એકર જમીનમાં 6થી 8 ટ્રોલી છાણનું ખાતર નાખો. તેની સાથે NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફૂલોની ખેતી બટાકાની જેમ કંદથી થાય છે. એક એકર જમીનમાં 20 હજાર કંદ લાગે છે. હંમેશા તાજા, યોગ્ય અને મોટા કંદ લગાવવા જોઈએ, જેથી રજનીગંધાના ફૂલોની ખેતીમાં સારું ઉત્પાદન થાય છે. ભારતમાં રજનીગંધાના ફૂલોની ખેતી 20 હજાર હેક્ટર ક્ષેત્રમાં કરવામાં આવે છે. ફ્રાંસ, ઈટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા તથા અન્ય દેશોમાં આ ફૂલની ખેતી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Explained: શા માટે વિપ્રોએ એકસાથે કરી 300 કર્મચારીઓની હકાલપટ્ટી, જાણો શું છે મૂનલાઇટિંગ
કેટલી કમાણી થઈ શકે છે (Earning Money by Farming of rajanigandha flower)
જો એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરવામાં આવે તો રજનીગંધાના ફૂલની અંદાજે 1 લાખ સ્ટિક (ફૂલ) મળે છે. તમે આસપાસમાં ફૂલ બજારમાં આ ફૂલ વેચી શકો છો. જો આસપાસમાં કોઈ મોટું મંદિર, ફૂલની દુકાન, લગ્ન પ્રસંગવાળું ઘર હોય તો ત્યાં તમને ફૂલના સારા ભાવ મળી શકે છે. રજનીગંધાનું એક ફૂલ રૂ. 1.5થી રૂ.8માં વેચવામાં આવે છે. આ ફૂલની માંગ કેટલી અને તેનો કેટલો સપ્લાય થાય છે, તેના પર આ બિઝનેસ નિર્ભર કરે છે. તમે માત્ર એક એકર જમીનમાં રજનીગંધાના ફૂલની ખેતી કરીને રૂ. 1.5 લાખથી રૂ. 6 લાખ સુધીની કમાણી કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર