Buyer Seller Meet will be held in December promote the small scale industries in Rajkot mlr – News18 Gujarati


Mustufa Lakdawala,Rajkot : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે છેલ્લા 8 વર્ષથી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વર્ષે પણ લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ દ્વારા બાયર સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 16થી 18 ડિસેમ્બરના યોજાશે. જેમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન માટે તક અપાશે. આગામી 16થી 18 ડિસેમ્બર રાજકોટમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફોરેન ડેલિગેશનનો ફેકટરીવિઝિનો કાર્યક્રમ યોજાશે.જેમાં ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ડો.પોલાઈટ કંમ્બામુરા ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે.આ સાથે જ ઝિમ્બાબ્વેના વિકાસ માટે કરારો થશે.

50 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે

આ સમિટમાં એસવીયુએમના લગભગ 50 જેટલા પેટ્રોન-એક્ઝિબિટર્સ અને અલગ અલગ 10 જેટલા દેશોમાંથી આવેલા 50 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. નિકાશ વેપાર વૃદ્ધીની તકોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આકાર્યક્રમમાં આવતા વિદેશી ડેલિગેટ્સને 5 દિવસની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહારની સગવડતા આપવામાં આવે છે.

નિકાસકારોને નિકાસ વૃદ્ધિની તકો મળશે

તમને જણાવી દયે કે ડો. પોલાઈટનો રાજકોટ આવવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સાથે ઝિમ્બાબ્વેનાઔદ્યોગિક અને એગ્રિકલચરલ ડેવેલપમેન્ટ માટે સહયોગનો રહેશે. આ સહયોગને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અનેક કંપનીઓનેઝિમ્બાબ્વેના વિકાસમાં સહભાગી થઇને પોતાના વ્યવસાયને આગળ વધારવાની અને નિકાસકારોને નિકાસ વૃદ્ધિની તકો મળશે.

સૌરાષ્ટ્રની 300થી વધુ ફેકટરીઓની મુલાકત લીધી છે.

છેલ્લા 7 વર્ષમાં 1 હજારથી વધારે વિદેશી મહેમાનો રાજકોટમાં આવી ચૂક્યા છે. જેમને સૌરાષ્ટ્રની 300થી વધુ ફેકટરીઓની મુલાકત લીધી છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દ્વારા આયુર્વેદ અને પ્રાકૃતિક સારવાર, એગ્રિકલચર, એગ્રો અને ફૂડ પ્રોડક્ટ્સ તથામશીનરી, ગાર્મેન્ટ્સ અને ટેક્સટાઇલ્સ, હેલ્થ કેર અને બ્યુટી કેર, સીરામીક અને સેનેટરીવેર, ઓટો પાર્ટ્સ અને એન્જીનીયરીંગ, ફાર્મિંગ અને એગ્રિકલચર ઇકઇપમેન્ટ્સ, વોટર અને ઇરીગેશન સિસ્ટમ, મેડિકલ ટુરિઝમ, બિલ્ડીંગ મટીરીયલ અને હાર્ડવેર, બાથ ફીટીંગ્સ અને સેનેટરી ફીટીંગ્સ, સોલાર અને રિન્યુએબલ એનેર્જી, માઇનિંગ એન્ડ બોરિંગ, ઇમિટેશન જ્વેલરી, હૉઉસ હોલ્ડઅને કિચનવેર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એજ્યુકેશન સહીતના સૌરાષ્ટ્ર કચ્છના લગભગ તમામ ઉદ્યોગોને લાભ મળી શકે છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, રાજકોટ



Source link

Leave a Comment