કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યુ હતુ કે, ‘ભારત-જોડો યાત્રાની જરૂર કેમ છે? ભારત પહેલેથી જ મજબૂત રીતે એક થઈ ગયું છે અને મજબૂત રીતે આગળ વધી રહ્યુ છે. પરંતુ કોંગ્રેસને એક કરવાની જરૂર પડી શકે છે અને આ યાત્રાને સાચું નામ આપ્યું હોત તો કદાચ થોડી મદદ મળી શકી હોત. અમરિંદર સિંઘ સોમવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંઘ તોમર, કિરેન રિજ્જુ, બીજેપી નેતા સુનીલ જાખડ અને પંજાબના વડા અશ્વિની શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. સિંઘે તેમની નવી રચાયેલી પંજાબ લોક કોંગ્રેસ (PLC)ને પણ ભગવા પાર્ટીમાં જોડી દીધી હતી.
આ પણ વાંચોઃ સોનિયા-રાહુલ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડેઃ સૂત્રો
Table of Contents
શું મારે કોંગ્રેસના પ્રમાણપત્રની જરૂર છે?
‘પંજાબ અને ખેડૂતોનું હિત વેચી નાંખ્યુ’ કોંગ્રેસની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યુ હતુ કે, ‘શું મારે તેમની પાસેથી પ્રમાણપત્ર લેવાની જરૂર છે? સામાન્ય રીતે પંજાબના લોકો અને ખાસ કરીને ખેડૂતો મારા વિશે જાણે જ છે. ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરનારા અને ખેડૂતોના વિરોધને ટેકો આપનારાઓમાં હું પ્રથમ હતો. મારા પર ગમે તેવો આરોપ લગાવી શકાય, પરંતુ પંજાબ અને પંજાબીઓના હિત સાથે સમાધાન કરવા માટે નહીં.’
ચૂંટણી થવાની છે, કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી થઈ છે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અધ્યક્ષ પદ માટે કોંગ્રેસની ચૂંટણી વિશે તેઓ શું માને છે? કેપ્ટને કહ્યુ હતુ કે, હવે મને કોંગ્રેસ પાર્ટી છોડ્યાને લગભગ એક વર્ષ થઈ ગયુ છે અને મને તે વિષય પર ટીપ્પણી કરવાનું પસંદ નથી. જ્યારે તેમને ફરીથી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ હતુ કે, ‘શું તમે માનો છો કે તેમાં કોઈ ચૂંટણી થવાની છે? શું ક્યારેય ચૂંટણી થઈ છે? આખા દેશમાંથી ઠરાવો શરૂ થઈ ગયા છે કે આવવા લાગ્યા છે કે અધ્યક્ષ આવો હોવો જોઈએ.’ તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તમે એમ કહેવા માગો છો કે આ બધું 10 જનપથથી સંકલિત અને સંગઠિત છે? તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, ‘તમે યોગ્ય નક્કી કરી શકો તેટલાં તો બુદ્ધિશાળી છો જ, આવું પહેલીવાર નથી થઈ રહ્યું.’
આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે શશિ થરૂર: સૂત્રો
અશોક ગેહલોત કોના માટે સારો વિકલ્પ છે?
કેપ્ટન સિંઘને પૂછવામાં આવ્યુ હતુ કે, લોકોના મનમાં એક સવાલ છે કે જો અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ બનશે તો તેઓ પાર્ટી નિયંત્રિત કરશે. તેના જવાબમાં સિંઘે કહ્યું કે, ‘જવાબ તમારા સવાલમાં જ છે. જ્યારે અધ્યક્ષના વાસ્તવિક અધિકારો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારે તે સ્પષ્ટ છે કે શો કોણ ચલાવશે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ‘તો શું રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા જોઈએ?’ તેના પર કેપ્ટને કહ્યું કે, ‘રાહુલે પોતે જ આનો શ્રેષ્ઠ જવાબ આપ્યો છે, તમે મને કેમ પૂછી રહ્યા છો?’ છેલ્લે અમરિન્દર સિંઘને પૂછવામાં આવ્યું કે, શું ગેહલોત સારો વિકલ્પ છે, તો તેમણે પૂછ્યું, ‘કોના માટે સારું છે? કોંગ્રેસ અથવા…. જે તેમને પ્રમુખ બનાવવા માંગે છે.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ashok Gehlot, Captain amrinder singh, Congress president