ઠંડીના ચમકારા સાથે ચોરીની ઘટનાઓ વધી
નવસારીમાં ઠંડીના ચમકારા સાથે ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કાબિલપોર પંચાયતની બાજુમાં અગાસી માતાના મંદિરમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચોરો આ મંદિરમાં રાત્રી દરમિયાન ત્રાટક્યા હતા. મંદિરમાંથી બે ચાંદીના મુગટ, એક જોડી પાદુકા, માતાજીનું છત્ર અને શિવલિંગના ચાંદીના નાગની ચોરી થઇ છે. આ ચોરી મોડીરાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થઇ હતી. મોડીરાત્રે ચોર ટોળકીએ મંદિરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: ‘મા તે મા બીજા બધા વગડાના વા’, સિંહણની મમતાનો વીડિયો વાયરલ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ચોરોએ મંદિરમાંથી ચાંદીના શણગાર સહિત દાનપેટીમાંથી રોકડ રકમની પણ ચોરી કરી હતી. ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ કરવમાં આવી છે, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં જોઇ શકાય કે કેવી રીતે બે ચોર મંદિરમાં પ્રવેશે છે અને ચોરીને અંજામ આપે છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બન્ને આરોપીઓની ઓળખ કરવા તેમજ તેમને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CCTV footage, Gujarat News, Navsari News