CCTV Telangana murder case, second wife killed by husband for gave birth to baby girl


હૈદરાબાદઃ ખમ્મામ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનલ થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કરતા વ્યક્તિએ તેની બીજી પત્નીને ઝેરી ઇન્જેક્શન આપીને મારી નાખવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી પતિ તેલંગાણા રાજ્યના મહબુબાબાદના નાઇડુપેટા શહેરનો રહેવાસી છે. તે તેની બે પત્ની વિજયા કુમારી અને સુનિતા એલિયાસ નવીના સાથે એક જ ઘરમાં રહે છે.

નવીનાએ સાંજે પુત્રીને જન્મ આપ્યો હતો

મળતી માહિતી પ્રમાણે, ચોથી જુલાઈ 2020ના દિવસે નવીનાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 30 જુલાઈ 2022ના દિવસે તેને પ્રસૂતિપીડા ઉપડતા શશિબાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ દિવસે સાંજે નવીનાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે, બીજા દિવસે જ્યારે તે હોસ્પિટલમાં મૃત મળી આવી હતી. ત્યારે આ મામલે પતિએ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કરી મોરચો માંડ્યો હતો અને હોસ્પિટલે પણ વળતર આપવાની હા પાડી હતી.

આ પણ વાંચોઃ બિહારમાં સગીરા પર રેપ કર્યા પછી હત્યા કરાઈ

હોસ્પિટલે સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટ્યો

ત્યારબાદ ધાર્મિક વિધિ પ્રમાણે બીજી પત્ની નવીનાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. નવીનાના અચાનક થયેલા મોત મામલે હોસ્પિટલને શંકા ગઈ હતી. ત્યારે હોસ્પિટલ તંત્રએ વોર્ડના સીસીટીવી ચેક કર્યા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે, જ્યારે નવીના તેની નવજાત દીકરી સાથે ઊંઘતી હતી ત્યારે તેજવંત બિશ્મકે તેને કોઈ ઇન્જેક્શન માર્યુ હતુ.

આ પણ વાંચોઃ પલંગ પર સૂતેલા પતિ પર પત્નીએ ઉકળતું તેલ ફેંકી હત્યાનો પ્રયાસ

પોલીસે આરોપીની ધરપકડ કરી હતી

આ મામલે હોસ્પિટલે એસીપી અજાનેયુલુને નોટિસ આપીને જાણ કરી હતી. 1 સપ્ટેમ્બરે મૃતકની માતા ધર્મસોથ લક્ષ્મીએ કરેલી ફરિયાદ અનુસાર પોલીસે પતિ તેજવંત બિશ્મકની અટકાયત કરી હતી અને કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો.

Published by:Vivek Chudasma

First published:

Tags: CCTV footage, Live cctv, Telangana



Source link

Leave a Comment