મુદ્દાઓ સાથે જોડાયેલા શબ્દો પણ સર્ચ એન્જિન અથવા સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. આ દિવસોમાં ચંદીગઢ યુનિવર્સિટી (Chandigarh University case) સાથે જોડાયેલો મામલો ભારતમાં ગરમાયો છે. આ મામલો ઈન્ટરનેટ પર પણ હેડલાઈન્સમાં છે, પરંતુ લોકો આ મામલાને લગતી જે વસ્તુઓ શોધી રહ્યા છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે.
Google Trends એક એવી વેબસાઇટ છે જેના દ્વારા તમે સરળતાથી જોઈ શકો છો કે લોકો Google પર સૌથી વધુ શું સર્ચ કરી રહ્યાં છે. જો તમે આ સાઇટના દૈનિક સર્ચ ટ્રેન્ડ પર નજર નાખો તો ‘ચંદીગઢ યુનિવર્સિટી’ શબ્દ ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો, એટલે કે લોકોએ તેને સૌથી વધુ સર્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે ચંદીગઢ યુનિવર્સિટીને 10 લાખથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. તે જ સમયે, ‘ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ’ કીવર્ડને 1 લાખથી વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહિલાએ નંબર આપવાની ના પાડી તો યુવકે કર્યો કુહાડીથી હુમલો! જુઓ વાયરલ વીડિયો
સોશિયલ મીડિયા પર લોકો શોઘી રહ્યાં છે છોકરીઓના MMS?
આ તો થઈ ગૂગલની વાત, હવે વાત કરીએ સોશિયલ મીડિયાની એટલે કે ફેસબુક, ટ્વિટર જેવી સાઇટ્સની. તમે ટ્વિટર પરના ટ્રેન્ડિંગ હેશટેગથી વાકેફ હશો જ, પરંતુ ટ્વિટર પર જે વિષય સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે તે સર્ચ બોક્સમાં પણ દેખાય છે, તેનો કીવર્ડ જનરેટ થાય છે. ‘ચંદીગઢ યુનિવર્સિટી MMS લીક’, ‘ચંદીગઢ યુનિવર્સિટી MMS વિડિયો’ જેવા કીવર્ડ્સ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: હવે દરેક મોટા મર્ડર મિસ્ટ્રીના ખુલશે રહસ્યો! 70 બેગમાં બંઘ કરાયેલા છે મૃતદેહ
લોકો છોકરીઓના એમએમએસ શોધી રહ્યા છે
‘કીવર્ડ ટૂલ’ નામની વેબસાઈટ પર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કીવર્ડ્સ બતાવે છે. ઉપરના ફોટામાં, તમે જોઈ શકો છો કે ટ્વિટર પર કયા પ્રકારના કીવર્ડ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. આમાં ‘chandigarh University bathing video’, ‘chandigarh University leaked video’, ‘chandigarh University girls mms’ જેવા ઘણા કીવર્ડ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. એકલા ટ્વિટર પર ‘ચંદીગઢ યુનિવર્સિટી’ કીવર્ડનું સર્ચ વોલ્યુમ 1 લાખની નજીક છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Chandigarh, Top Trending, Viral news