વડોદરા શહેરના બજારમાં નવરાત્રિનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે ખાસ ડિઝાઇનર ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. એમાં પણ આભલા અને અરીસા વાળા ચણીયા ચોળીની માંગ સૌથી વધુ છે. તદુપરાંત સેમી ટ્રેડિશનલ ચણીયા ચોળી છોકરીઓને વધુ પસંદ આવી રહી છે. 1500 થી લઈને 5,000 રૂપિયા સુધીના ચણિયાચોળી બજારમાં મળી રહ્યા છે. ઘણા દુકાનદારોનો સ્ટોક પણ ખાલી થઈ ગયો છે.
તદુપરાંત ઘણા લોકો ચણિયાચોળી ખરીદવામાં નહિ પરંતુ દરરોજ અલગ અલગ પહેરી શકાય તે હેતુથી ભાડેથી પણ ચણીયા ચોળી લાવતા હોય છે. તો વડોદરા શહેરમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં નવરાત્રી માટે ભાડેથી ચણિયાચોળી અને કેડિયું આપવામાં આવતું હોય છે.
જેમાં ચણિયાચોળી અને કેડીયાનું ભાડું 350 થી 550 રૂપિયા જેટલું હોય છે. તથા ડિપોઝીટ 2000 થી 5000 જેટલી રખવામાં આવતી હોય છે. જે ચણીયા ચોળી પરત કરતાની સાથે પાછી આપી દેવામાં આવતી હોય છે. ચણીયા ચોળી અને કેડિયું નીચે દર્શાવેલ સરનામા પરથી ભાડે મળી શકશે.
1. કલ્યાણજી ડ્રેસવાલા, કલ્યાણ રાયજી હવેલીની પાછળ, માંડવી, વડોદરા.
સંપર્ક: 9974167552
2. કનુભાઈ ડ્રેસવાલા, કોલાખડી, મહાદેવ પોળ, ગેંડીગેટ રોડ, વડોદરા.
સંપર્ક: 9998974997
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર