Mehali Tailor, Surat: ગુજરાતમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે. આ પવિત્ર તેહવાર પર મા અંબાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. અને માતાજીની માટલી મૂકી ગરબા રમી ભકતો પોતાની સુખી જીવન અને સમુદ્વિના કામના કરે છે. પરંતુ હવે તહેવારની ઉજવણીની રીત બદલાઈ છે. અને લોકો હવે ગરબા રમવા માટે ગુજરાતના પારંપરિક કપડાં ચણિયાચોળી અને કેરુંયું પેહરીને ગરબા રમે છે. આ સાથે ગરબાના અવનવા સ્ટેપ સાથે ગરબાની મજા મળે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે તહેવારોની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. અને હોલ અને પાર્ટી પ્લોટમાં ગરબાની પરમિશન આપવામાં આવી ન હતી.
ત્યારે બે વર્ષ બાદ ફરી પેહલાની જેમ ધામધૂમથી નવરાત્રી રમાવા જઇ રહ્યા છે. ત્યારે નવરાત્રીને લઇને બજારમાં ચણિયાચોળી ખરીદીનો માહોલ જામ્યો છે . હવે લોકો ચણિયાચોળી તૈયાર પોતાના મનગમતા ફેશન ડિઝાઈનર પાસે બનાવા જઇ રહ્યા છે. જેને લઇ ચણિયાચોળી બનાવતા ફેશન ડિઝાઇનરે પણ ચણિયાચોળી બનાવવાનું શરૂ કરી દીધું હતું.
સુરતના ફેશન ડિઝાઈનર કિંજલબેન જે છેલ્લા પાંચ વર્ષથી ટ્રેન્ડિગને અનુસાર ચણિયાચોળી બનાવી રહ્યા છે. ત્યારે આ વર્ષે નવરાત્રી ફરીથી ધૂમ-ધામથી થવા જઈ રહી છે. ત્યારે તેમને પણ આ વર્ષે ચણિયાચોળીના સારા ઓર્ડર મળ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ વર્ષે કોટન બેઝ ચણિયાચોળીની માગ વધુ છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છીવર્ક ટ્રેન્ડમાં રહ્યો છે. પરંતુ આ વર્ષે મિરરવર્કના ચણિયાચોળીની પણ સારી ડિમાન્ડ રહી છે.
આ વર્ષે નવરાત્રીને લઇ ફક્ત ગુજરાત જ નહિ પરંતુ વિદેશથી પણ સારા એવા ઓર્ડર મળ્યા છે. અને સાત હાજરથી લઇને ત્રીસ હાજર સુધી કિંમતના ચણિયાચોળી મહિલાઓ બનાવડાવે છે. અને આજ ચણિયાચોળી સેમી ટ્રેડિશનલ હોવાથી નવરાત્રી સિવાય પણ તેની ચોળી બીજી બનાવી પેહરી શકાતી હોવાથી આવા ચણિયાચોળી લોકો વધુ પસંદ કરી રહ્યા છે.
આ ઉપરાત સુરતના અડાજણથી લઇ રાંદેર રોડ પર ટ્રેડિશનલ ચણિયાચોળી પણ મહિલાઓ ખરીદી રહ્યા છે. અડાજણ રોડ પર ચણિયાચોળીના સ્ટોલ ધારક દીપ પટેલના જણાવ્યા મુજબ અહીંયા ગામથી વર્કના ચણીયા ચોળીનું વેચાણ વધુ થઇ રહ્યું છે. અને આ ચણિયાચોળીની કિંમત સાતસોથી લઇ પાંચ હજાર સુધીની હોય છે. અને આ ચણિયાચોળી વધુ પડતા ગુથણ વર્ક હોવાથી ગરબા કોમ્પિટિશનમાં ભાગ લેનાર ખૈલયા તેને વધુ ખરીદી કરી રહ્યા છે.
આ સિવાય તેમને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી મોટા પાયે ગરબા રમાય ન હતા તેથી થોડો સ્ટોક પેહલાનો પણ હતો. પરંતુ ટ્રેડિશનલ ચણિયાચોળીમાં ટ્રેડનો બદલાવ ઓછો જોવા મળે છે. એટલે ગયા વર્ષનો જૂનો સ્ટોક પણ આ વર્ષે વેચાય ગયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat surat, Navratri 2022, Navratri Fashion, Navratri Preparation, Surat news