Chilrens practice for special workshop revive the dying art of Saurashtra in Rajkot RML – News18 Gujarati


Mustufa Lakdawala,Rajkot : તમેં વીજળીનાં ચમકારે મોતીળા પરોવો પાનબાઈ ગીત તો સાંભળ્યું જ હશે, આ ગીતમાં આપણી સંસ્કૃતિની વાત કરવામાં આવી હતી, આપણી ભાતીગળ સંસ્કૃતિ ધીમે ધીમે વિસરાય રહી છે, ત્યારે તેનું જતન કરવા ઇન્ટેક રાજકોટ ચેપ્ટર નામની સંસ્થા આગળ આવી છે અને વિવિધ પ્રવૃત્તિ લારી રહી છે. ખાસ કરીને શાળાના બાળકો માટે મોતીકામ (સૌરાષ્ટ્રની પરંપરાગત હસ્તકલા) પર વર્કશોપ યોજાયો છે. આજે પણ રાજકોટમાં સૌરાષ્ટ્રમાં લુપ્ત થતી કળાઓને ઉજાગર કરવા માટે વર્કશોપ યોજાયો છે. જેમાં સામાન્ય સ્કૂલના બાળકો જ નહીં પણ ચેલેન્જ સ્કૂલના સ્પેશિયલ ચાઇલ્ડ પણ આ વર્કશોપમાં જોડાયા છે.

બાળકો સૌરાષ્ટ્રમાં લુપ્ત થતી કળાઓ શીખી રહ્યા છે

લુપ્ત થતી કળાઓ સમાજમાં પરત લાવવા કોશિશ (અઝીક્યુટીવ કમિટી મેમ્બર) માસુમા ભાર્મલે જણાવ્યું હતું કે, જેમ આપણે કહી રહ્યા છીએ કે, બીડવર્ક (મોતીકામ) લુપ્ત થઈ રહ્યું છે તેમ લુપ્ત થતી જતી જેટલી પણ વસ્તુઓ છે તેને જીવંત કરવા માટે રાજકોટ ઈન્ટેક ચેપ્ટર કામ કરી રહ્યું છે. લુપ્ત થતી કલા જે ટેન્જીબલ હોય, ઇનટેન્જીબલ હોય આર્ટ ફોર્મમાં હોય તેને રિવાઇવ કરે છે ઇન્ટેક રાજકોટ ચેપ્ટરની એક કોશિશ છે કે, આવી લુપ્ત થતી કલાઓને તે ફરી ઉજાગર કરે અને સમાજમાં તેને પરત લઈ આવે. આજે આપ જોઈ રહ્યા છો કે, બીડવર્કનો એક વર્કશોપ છે. જેમાં બાળકોને આ કલા શીખવાડવાની અમે કોશિશ કરી રહ્યા છે.

બાળકો મોતીની માળા, ઈયરિંગ્સ સહિતની વસ્તુઓ શીખ્યા

માસુમા ભાર્મલે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો આ બીડવર્ક શીખે તેની માટે આગળ આવી રહ્યા છીએ. લુપ્ત થતી કલાઓમાં કોઈએ મોતીની માળા બનાવી, કોઈએ ઈયરિંગ્સ બનાવ્યા, બ્રેસલેટ્સ બનાવ્યા છે. જેનાથી લુપ્ત થતી કલાઓ છે તે બાળકો શીખે તો તેને આપણે આગળ વધારી શકીશું. આજે વર્કશોપમાં આવેલા બાળકો માત્ર સામાન્ય સ્કૂલના બાળકો નથી. પણ જે ચેલેન્જ સ્કૂલના બાળકો છે તે પણ આમાં જોડાયા છે. બાળકો ખુશી ખુશી આ કળા શીખી રહ્યા છે. સંસ્થાનો ઉદ્દેશ છે કે, લુપ્ત થતી કલાઓ રિવાઇવ કરવાનો પ્રયાસ છે તે આજે રાજકોટ ઇન્ટક ચેપ્ટર સંસ્થા ઘણી મદદરૂપ બની રહી છે. જેનાથી આપણી પરંપરાને ઉજાગર કરી આગળ વધારી શકીએ.

આ પણ વાંચો: નવરાત્રીમાં જોવા મળશે ધર્મશક્તિ સાથે દેશભક્તિ, કારીગરોએ ગરબાને ત્રિરંગાથી રંગી દીધા

આ સંસ્થા સાથે જોડાવવા નીચે આપેલી લિંકની મુલાકાત લ્યો

ઈન્ડિયન ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) એ એક રાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારતના વારસાના જતન અને સંરક્ષણ તરફ કામ કરે છે. લુપ્તપ્રાય કલા અને હસ્તકલા વિશે જાગૃતિ ફેલાવી રહી છે. જેથી આ કલા ટકી રહે. આ સન્દર્ભમાં INTACHની હેરિટેજ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સર્વિસ (HECS), શાળાના બાળકો માટે કાર્યક્રમો કરે છે. આ સંસ્થા વિશે વધુ વિગતો માટે: http://heritageeducation.intach.org/, http://youngintach.org/ ની મુલાકાત લો.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Art, Rajkot News, School, Social Work



Source link

Leave a Comment