આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો 26 સપ્ટેમ્બર 2022થી ઓનલાઇન અરજી કરી શકે છે. 25 ઓક્ટોબર, 2022ના રોજ એપ્લિકેશન લિંક બંધ થઇ જશે.
આ નોકરી માટે અરજી કરનારા અરજદારોની ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (પીએસટી) અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન (ડીવી) યોજાશે, ત્યારબાદ લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) માટે ડિક્ટેશન અને ટ્રાન્સક્રિપ્શન) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) માટે મેડિકલ ટેસ્ટ અને ટાઇપિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે.
Table of Contents
પગારધોરણ શું છે?
હેડ કોન્સ્ટેબલ: પે લેવલ-4 (પે મેટ્રિક્સમાં રૂ. 25,500-81,100)
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર: લેવલ-5 (પે મેટ્રિક્સમાં રૂ.29,200-92,300)
જગ્યાઓની વિગતો
જગ્યાનું નામ | જનરલ | ઓબીસી | ઈડબ્લ્યુએસ | એસસી | એસટી | કુલ |
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર) | 57 | 31 | 10 | 16 | 8 | 112 |
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) | 182 | 112 | 34 | 61 | 29 | 418 |
લાયકાતના માપદંડ
ઉમેદવારોએ ધો. 12 પાસ કરેલું હોવું જોઈએ.
વયમર્યાદા
18થી 25 વર્ષ
પસંદગી પ્રક્રિયા
ડોક્યુમેન્ટેશન
OMR/કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) મોડ હેઠળ લેવાશે.
લેખિત પરીક્ષા
સ્કિલ ટેસ્ટ
મેડિકલ ટેસ્ટ
કઈ રીતે કરવી અરજી?
ઉમેદવારોએ આ સ્ટેપ્સને અનુસરવા
- CISFની સત્તાવાર વેબસાઈટ https://cisfrectt.in. પર જાવ.
- હવે Login બટન પર ક્લિક કરો.
- નવું પેજ જોવા મળશે. ત્યાં New Registration પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો નાખો.
- હવે ત્યાં આપેલું Declaration ધ્યાનથી વાંચો. સહમત હોવ તો Final Submit પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટ્રેશન નંબરને યુઝર નેમ તરીકે નાંખીને લોગીન કરો. ઇમેઇલ પર તમને ઓટો-જનરેટેડ પાસવર્ડ આપવામાં આવશે.
- CISFની વેબસાઈટ https://cisfrectt.in and click the ‘ASI/Steno & HC/Ministerial-2022’ પર જઈ શકો છો.
- લોગીન કરવા રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને કેપ્ચા જેવી આવશ્યક વિગતો ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણપણે ભરાઈ જાય પછી declarationને ધ્યાનથી વાંચો અને Submit કરો. હવે તમામ ડેટા / વિગતોને સેવ થઈ જશે.
- તમારા નવા ફોટોગ્રાફ અને સહીને અપલોડ કરો.
- બીજા જરૂરી દસ્તાવેજોને અપલોડ કરો અને અરજી ફીની ચૂકવણી કરો
- ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે ભરેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
અરજી માટે ફી:
રૂ. 100/-
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career, Sarkari Naukari, કેરિયર