ભારતીય હવામાન વિભાગે કહ્યું કે મંગળવાર અને બુધવારે દિલ્હીમાં રાત્રિનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે, જ્યારે ગુરુવારથી તે 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. મુંબઈમાં લઘુત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. 2017 પછી નવેમ્બર મહિના માટે તે મુંબઈનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન પણ હતું. એક વખત 2016માં 11 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 16.3 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે, મુંબઈમાં નવેમ્બર મહિનામાં સરેરાશ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. જ્યારે બેંગ્લોરમાં એક દાયકામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. બેંગલુરુમાં સોમવારે પારો 13.9 ડિગ્રી સેલ્સિયસ સાથે એક દાયકામાં સૌથી નીચો પહોંચ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે છેલ્લી વખત આટલું ઓછું તાપમાન 21 નવેમ્બર, 2012 ના રોજ નોંધાયું હતું, પરંતુ તફાવત માત્ર .6 °C હતો. જોકે, 16 નવેમ્બર 1957ના રોજ બેંગલુરુમાં સૌથી ઓછું તાપમાન (9.6 °C) નોંધાયું હતું. ચેન્નાઈમાં અવિરત વરસાદે તાપમાનને નીચે લાવવાનું કામ કર્યું. અવિરત વરસાદને કારણે દરિયાકાંઠાના શહેર ચેન્નાઈમાં તાપમાન ઘટીને 23 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આઈએમડીએ પહેલા જ કહ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના આંદામાન સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જેના કારણે ચેન્નાઈમાં ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: COLD