કંપનીઓ પોતાના કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી દરિયામાં છોડી શકે છે. તો એક એવી મોટી ફ્રાન્સની વૈશ્વિક આગેવાન માન ગ્રુપએ પોતાનો ઉત્પાદન એકમ દહેજમાં શરૂ કર્યો છે. જો કે માન ગ્રુપ કેમિકલ પ્લાન્ટના વેસ્ટનો નિકાલ જાતે જ કરે છે.
આધુનિક ટેકનોલોજી અને વિશ્વ કક્ષાની સુવિધાઓથી સમૃદ્ધ માનના નવા પ્લાન્ટનું લક્ષ્ય ભારતીય અને એપીએસી પ્રદેશમાં ફ્લેવર અને ફ્રેગ્રન્સ માર્કેટ્સમાં વધતી માગણીને પહોંચી વળવાનું છે. કંપનીએ નવો પ્લાન્ટ સ્થાપવા માટે 21 મિલિયન યુરોનું રોકાણ કર્યું છે.
20,500 ચો.ફૂટમાં પથરાયેલું આ નવું એકમ દહેજ ફેઝ 3 સ્થિત છે અને ભારતમાં કંપની માટે સૌથી વિશાળ ઉત્પાદન એકમ છે. પ્લાન્ટનું ઉદ્દઘાટન માન ગ્રુપના ચેરમેન જીન માન દ્વારા માન ગ્રુપના એશિયા પેસિફિકના ડાયરેક્ટર બર્નાર્ડ લેનોડ અને માન ઈન્ડિયા પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર સુમિત દાસગુપ્તા સાથે કર્યું હતું.
પ્લાન્ટની આરંભિક ઉત્પાદન ક્ષમતા ફ્લેવર માટે 2000 ટન અને ફ્રેગ્રન્સ માટે 3000 ટન છે. જેમાં ભવિષ્યમાં બજારની વૃદ્ધિ થાય તેમ વિસ્તરણનો પૂરતો અવકાશ છે. આ નવું એકમ ભારતમાં માનનું બીજું ઉત્પાદન એકમ છે.જ્યારે હૈદરાબાદ, તેલંગાણામાં તેનું પ્રથમ એકમ મોજૂદ છે.
ફ્રાન્સની માન ગ્રુપના આગેવાને જણાવ્યું હતું કે 2016 માં જ્યારે એક્સપેંશન માટે પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે કેમિકલ ઝોન માટે જોઈ રહ્યા હતા તેમાં તેઓ નવો પ્લાન્ટ લગાવી શકે છે. ઘણી જગ્યાઓ રિસર્ચ કર્યા પછી દહેજમાં ઈલેક્ટ્રીસીટી, રોડ સહિત પાણીની વ્યવસ્થાને પગલે દહેજમાં પ્લાન્ટ લગાવવા માટે નિર્ણય કર્યો હતો. એપ્લિકેશન આપ્યા બાદની પ્રક્રિયા એટલી મુશ્કેલ નથી.
માત્ર એક જ વાર ગાંધીનગર GIDC ખાતે રજૂઆત કરવા માટે જવુ પડ્યું હતું. એમાં માત્ર કચરાનો નિકાલ અંગે એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વેસ્ટનો નિકાલ જાતે જ કરે છે. અને આ આખી પ્રક્રિયા ઓનલાઈન જ હતી. આ અંગેનો ગુજરાતમાં ઘણો સારો અનુભવ રહ્યો છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Chemical Factory, Local 18