Complaint in Odhav police station where revenue talati husband is torturing his wife in Ahmedabad


અમદાવાદ: શહેરમાં બાળક અંગે શંકા રાખી પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં ફરિયાદી મહિલાના પિતાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલાને માર મારતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ પોલીસ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઓઢવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેના પતિ રેવન્યુ તલાટી તરીકે નોકરી કરે છે. લગ્નના બે મહિના બાદ મહિલા ગર્ભવતી થતાં તેનો પતિ અવારનવાર કહેતો કે આ બાળક મારું નથી. જેથી બન્ને વચ્ચે ઝઘડા થતાં હતાં. પતિ અને સાસુ સાથે મનમેળ ના આવતા મહિલા તેના માતા-પિતા સાથે રહેવા માટે આવી ગઈ હતી. જો કે તેના પતિએ સાથે રહેવા માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે મૌખિક જાણ કરી હતી કે જો પતિ-પત્ની એકબીજાની મરજીથી સાથે રહેવા માંગતા હોય તો સાથે રહી શકે છે. જેથી મહિલા તેની મરજીથી દીકરાને લઈને સાસરીમાં રહેવા માટે ગઈ હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ, અટલ બ્રિજની મુકાશે રેપ્લિકા

જો કે તેનો દીકરો બીમાર રહેતો હોવાથી તેણે મહિલાના પિયરમાં જવા માટે કહેતા મહિલાનો ભાઈ અને બહેન આવીને તેને લઈ ગયા હતા. 16 મી સપ્ટેમ્બરે મહિલાના પતિએ તેને કહ્યું હતું કે, તું છોકરાને લઈ આવ નહિ તો હું તને ઘરેથી કાઢી મુકીશ અને છોકરો મારો ન હોવાથી મારે ડીએનએ ટેસ્ટ કરાવવો છે તેમ કહી મહિલા સાથે બોલાચાલી ઝઘડો કરીને બે લાફા મારી દીધા હતા. જોકે બીજા દિવસે સવારે મહિલાના પતિએ તેને કહ્યું હતું કે જો તું છોકરાને નહીં લઈ આવે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ગળું પકડી લીધેલ અને તારા પિતાને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને બે લાફા માર્યા હતા.

આ પણ વાંચો- અમદાવાદ બન્યું લોહિયાળ, જાહેરમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષનો લેવાયો ભોગ

આ બાદ જો કોઈ મહિલાએ ગુમાબૂમ કરતા તેનો પતિ બીજા રૂમમાં જતો રહ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આમ અવારનવાર પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

Published by:rakesh parmar

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, અમદાવાદ, ગુજરાત



Source link

Leave a Comment