Complete information and guidance on becoming a supply chain finance professional gh rv


બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ શાળાઓમાંથી કોલેજોમાં પ્રવેશવા માટે તૈયાર છે. જેનું પ્રથમ પગલું કારકિર્દીની પસંદગી કરવાનું છે. યોગ્ય વ્યાવસાયિક કરિયર પસંદ કરવામાં તમારી મદદ કરવા માટે દર અઠવાડિયે અમે તમારા માટે નવા વ્યાવસાયિક માર્ગો શોધીએ છીએ. જે તમને એક વિશેષ કારકિર્દી અને રોડમેપથી માહિતગાર કરે છે જે તમને તે વ્યવસાયમાં નોકરી મેળવવામાં મદદરૂપ થઇ શકે. તમે કોઈ વિશેષ કરિયર વિશે જાણવા માંગતા હોવ તો ટ્વીટર પર સંપર્ક કરી શકો છો

ચાલો આજે સપ્લાય ચેઇન ફાઇનાન્સ (supply chain finance)માં કારકિર્દી વિશે વાત કરીએ.

આદિકાળથી માણસને સંસાધનો, માલસામાન અને લોકોને એક જગ્યાએથી બીજા જગ્યાએ પરિવહનની જરૂર હતી, જેથી લોકો તેઓને જોઈતા ઉત્પાદનોને મેળવી શકે. આધુનિક વિશ્વ તેનાથી અલગ નથી અને અદ્ભુત ટેક્નોલોજીના સહારે વિશ્વને વિવિધ ઉત્પાદનો સુધી પહોંચવામાં મદદ થઇ છે. જો કે, કોઈ દ્વારા આ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું જરૂરી છે જેથી ઉત્પાદકતા વધે, ખર્ચ ઘટાડી શકાય અને ડિલિવરીને ઝડપી બનાવી શકાય. આ માટે સપ્લાય ચેઈન મેનેજરના રોલની માંગ ઉભી થઇ છે.

આ પણ વાંચો: How to Become Chef: શેફ કેવી રીતે બની શકો છો? જાણો લાયકાત અને કોર્ષ વિષેની તમામ માહિતી

SCF લાખો વ્યવસાયોને ફાયદો પહોંચાડવાની અને સમસ્યા ઉભી કરતા પ્રશ્નો હલ કરવાની ક્ષમતા ધરાવે છે, જેમાં ઘણા મુદ્દાઓ નિશ્ચિત કોલેટરલના અભાવને કારણે અને નાણાકીય સંસ્થાઓ તરફથી ક્રેડિટ ઉપલબ્ધ ન હોવાને કારણે ઉદ્ભવે છે.

જ્યાં સપ્લાય ચેઇનમાં કંપનીનું પ્રદર્શન બાયર અને સપ્લાયર્સ બંનેની ક્રેડિટ પત્રતા પર આધારિત હોય છે, ત્યાં SCF નિષ્ણાતોની જરૂર પડે છે. અહીં એવી ચાર નિર્ણાયક સ્કિલ્સને શોધી કાઢી છે, જે લગભગ દરેક સપ્લાય ચેઇન ફાઇનાન્સ જોબ લિસ્ટિંગમાં તમારું સ્થાન ચોક્કસ કરવામાં મદદ કરશે.

બજેટિંગ

SCF નિષ્ણાંત માટે દૈનિક કામ માટેની સૂચિમાં ઉમેરવા જેવી બાબતો છે: બેલેન્સ શીટથી પરિચિત થવા માટે નાણાંકીય બાબતોને વાંચવી, ઉત્પાદનોની શિપમેન્ટ પહેલાં સપ્લાયરોને ધિરાણ પૂરું પાડતી વખતે ખર્ચના અંદાજો લગાવી તેને બજેટમાં નિયંત્રીત રાખવા માટે સક્ષમ બનાવવું અને કંપનીને યોગ્ય સોલ્યુશન પૂરું પાડવું. મોટાભાગના MBA પ્રોગ્રામ્સ, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ડિગ્રી પ્રોગ્રામ્સ અને બિઝનેસ પ્રોગ્રામ્સમાં ગણિત અથવા આંકડાશાસ્ત્રના કોર્સનો સમાવેશ થાય છે, જે તમને નાણાંકીય/બજેટિંગ સ્કિલ્સ વિકસાવવામાં મદદ કરે છે.

નેગોશીએશન

વાટાઘાટો માટે શાણપણ, કુનેહ અને ખંતની જરૂર છે. કમ્યુનિકેશન, સ્ટ્રેટેજી, પ્લાનિંગ અને કોઓપરેટીંગ તમને સારા નેગોશિએટર બનાવે છે. ટીમ અથવા વ્યક્તિગત વાટાઘાટોની વ્યૂહરચનાઓ શીખવા માટે તમે ચોક્કસ સર્ટિફિકેટ કોર્સ અથવા કલાસરૂમ કે ઑનલાઇન વર્કશોપની મદદ લઈ શકો છો.

નેટવર્કિંગ

SCF ક્ષેત્રે નિપુણતા માટે ઇન્ટરનલ રિપોર્ટિંગની જરૂરિયાતનો સમાવેશ થાય છે, જે સ્ટેકહોલ્ડરો વચ્ચે સાતત્યપૂર્ણ કમ્યુનિકેશન જાળવી રાખે. નાણાંકીય વ્યવહારો, આવક, ખર્ચ અને નવા આયોજનની જાણ કરવા માટે સી-સ્યુટ લેવલ મેનેજમેન્ટની જરૂર પડે છે, જે રિપોર્ટ તારવીને તેને રજૂ કરવા માટે જવાબદાર હશે. આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટ્રેડમાં પડકારોને સમજીને વિદેશી સપ્લાયરો સાથે વિશ્વાસપાત્ર સંબંધો બનાવવા માટે ક્રોસ-કલ્ચરલ એટીકેટ્સ કામમાં આવે છે.

રિલેશનશિપ બિલ્ડીંગ

ફાઇનાન્સ ટીમ તો જ સફળ થઈ શકે છે, જો ટીમ લીડર પાસે સારી પીપલ મેન્જમેન્ટ સ્કિલ્સ હોય. તમારા સાથી અધિકારીઓથી લઈને નિર્ણાયક શેરધારકો સુધી દરેક વ્યક્તિની ભૂમિકા કોઈ પણ સોલ્યુશનના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ લેવલના બિઝનેસ પ્રોગ્રામ્સ એમ્પ્લોય એંગેજમેન્ટ અથવા મેનેજમેન્ટને આવરી લે છે.

ક્રેડિટ એનાલિસિસ

ટેક્નોલોજીના ઉપયોગ સાથે SCF ક્રેડિટ વિશ્લેષણ પણ બદલાઈ રહ્યું છે. હવે વર્ષો જૂની કોલેટરલ-આધારિત દસ્તાવેજોથી દૂર જઈને અને રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેક્શન ડેટા અને ‘મશીન લર્નિંગ’ ટેક્નોલોજી સહિત ‘ટેક-આધારિત’ ક્રેડિટ-સ્કોરિંગ મોડલ્સ પર કામ કરવું હવે શક્ય છે.

ગ્રીન ફાઇનાન્સ

સસ્ટેનેબિલિટી ડ્રાઈવ પણ સપ્લાય નેટવર્કમાં બદલાવનું કારણ બની રહી છે, જે સપ્લાય ચેઈનમાં દરેક સ્ટેકહોલ્ડર સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ્સથી સંમત થાય તેની ખાતરી કરવા માટે સપ્લાય ચેઈન ડ્યૂ ડિલિજન્સમાં સુધારો કરી રહી છે. બેન્કો અને ધિરાણકર્તાઓ કાર્બન-સઘન સપ્લાય ચેઇનથી ક્રેડિટ એક્સેસને દૂર કરી રહ્યા છે, જેમ કે જેઓ ઉત્પાદન પ્રક્રિયામાં કોલસાનો ઉપયોગ કરે છે. નેટ-ઝીરોના ટાર્ગેટ સુધી પહોંચવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

આ પણ વાંચો: Success Story: પિતા છે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના ડ્રાઈવર, હવે ડ્રાઇવરની દીકરી બનશે જજ!

સપ્લાય ચેઇન ફાઇનાન્સમાં કારકિર્દી

બેંકિંગ, ફાઇનાન્સમાં એડવાન્સ ડિગ્રીની સાથે, વ્યક્તિ પાસે વર્ષોનો ફાઇનાન્શિયલ કામનો અનુભવ તેમજ સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું વ્યાપક જ્ઞાન હોવું આવશ્યક છે. તે એક એવું ક્ષેત્ર છે જે વિસ્તરી રહ્યું છે અને બદલાઈ રહ્યું છે અને તે એક ખુબ ડિમાન્ડિંગ અને સમૃદ્ધ કારકિર્દી પ્રદાન કરે છે.

Published by:Rahul Vegda

First published:

Tags: Career and Jobs, Education News



Source link

Leave a Comment