અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે યુનિવર્સિટી કેમ્પ્સમાં તોડફોડ મામલે કુલ 20 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 20 આરોપીઓનો સમાવેશ થાય છે. જોકે, એક આરોપીનું મૃત્યુ નિપજ્યું છે. કોર્ટે તેમને છ મહિનાની સજા ઉપરાંડ દંડની સજાની કરવામાં આવી છે.
વર્ષ 2016માં યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને તે મામલે જ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આજે કોર્ટે સજાની સંભળાવી છે. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર મામલે ત્રણ અલગ અલગ કેસમાં કોર્ટે સજાનો એલાન કર્યો છે. આ ત્રણ પૈકીના એક કેસમાં 6 મહિનાની સજા, બીજ કેસમાં 500 રૂપિયા અને ત્રીજ કેસમાં 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોપીઓના નામ
- જીજ્ઞેશ મેવાણી
- રાકેશ મહેરીયા
- ફેનિલ મેવાડા
- અમિત ચાવડા
- વિરલ મેવાણી
- ભુપત સૌલંકી
- ધીરજ પ્રિયદર્શી
- જય પરમાર
- નરેશ પરમાર
- ચંદ્રેશ વનીયા
- શાંતિલાલ રાઠોડ
- ભરત પરમાર
- યશ મકવાણા
- કિરીટ પરમાર
- રંજીત વાઘેલા
- દિક્ષિત પરમાર
- જગદીશ સોલંકી
- કમલેશ સોલંકી
- અશય રાઠોડ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર