Defeat Australia or forget WC.. Rohit Sharma challenged by his own world champion mate


નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માની ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે 3-3 T20 સીરીઝ રમશે. તેની શરૂઆત 20 સપ્ટેમ્બરે મોહાલીમાં થવા જઈ રહી છે. જ્યાં પ્રથમ T20માં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય ટીમ આ બંને શ્રેણી દ્વારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓનું પરીક્ષણ કરવા માંગે છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પડકાર ફેંક્યો છે. તમને જણાવી દઈએ કે ગંભીર અને રોહિત 2007માં ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. ગંભીરે ફાઇનલમાં પાકિસ્તાન સામે 75 રન બનાવ્યા હતા. તો રોહિતે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા.

ગૌતમ ગંભીરે કહ્યું કે “જો ભારત 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શકશે નહીં તો તેના માટે ટી20 વર્લ્ડ કપ જીતવો મુશ્કેલ બની જશે.” ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, “મેં આ પહેલા પણ કહ્યું છે અને ફરીથી કહી રહ્યો છું, જો ભારત 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે નહીં તો T20 વર્લ્ડ કપ જીતી શકશે નહીં.”

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીને વિશ્વ ચેમ્પિયન અને વિશ્વની નંબર-1 ટીમ વચ્ચેની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. ગંભીરનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાને હરાવવાથી ભારતનો આત્મવિશ્વાસ વધશે. જો ભારત આ સિરીઝમાં આવું કરવામાં સફળ રહે છે તો તે T20 વર્લ્ડ કપ જીતી શકે છે અને જો તેમ ન થાય તો રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને સંઘર્ષ કરવો પડશે.

‘ઓસ્ટ્રેલિયાને હરાવ્યા વગર વર્લ્ડ કપ નહીં જીતી શકાય’

આ ભૂતપૂર્વ ભારતીય ઓપનરે આગળ કહ્યું, ‘મારો મતલબ 2007ના T20 વર્લ્ડ કપને જુઓ, અમે તેમને (ઓસ્ટ્રેલિયા) સેમિફાઇનલમાં હરાવ્યું હતુ. 2011 ODI વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં માત આપી હતી. જો તમારે ટૂર્નામેન્ટ જીતવી હોય તો ઓસ્ટ્રેલિયાને હરાવ્યા વિના આમ કરવું મુશ્કેલ હશે. મેં પહેલા પણ કહ્યું છે અને ફરી કહું છું. જો ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ન શકે તો વર્લ્ડ કપ જીતી શકશે નહીં.

વર્લ્ડ કપ પહેલા ભારતે 6 ટી-20 મેચ રમવાની છે

T20 વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માની ટીમ ઈન્ડિયા પાસે એશિયા કપ-2022માં થયેલી પોતાની ભૂલોને સુધારવા માટે 6 T20 મેચ છે, જે તેણે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. ભારત આ તમામ મેચ ઘર આંગણે રમશે. એશિયા કપના સુપર-4 સ્ટેજમાંથી હારીને ભારત બહાર ફેંકાઈ ગયું હતું. તેને પાકિસ્તાન અને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Published by:mujahid tunvar

First published:

Tags: Gautam Gambhir, India vs australia, Rohit sharma record, Team india, રોહિત શર્મા



Source link

Leave a Comment