તળાવમાં શિંગોડાનું વાવેતર થાય
સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં શિંગોડાની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો નવરાત્રી સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઇ જાય છે. બાદ તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને બજારોમાં લાવવામાં આવે છે.શિંગોડા મોટાભાગે તળાવોમાં રોપાતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં શિંગોડાની રોપણી કરવા લોકો તળાવો ભાડે લેવા માટે હરરાજી કરે છે. હરરાજીમાં જે વધુ ભાવ બોલે તેને તળાવમાં શિંગોડા કરવા માટે પરમીશન આપવામાં આવે છે.
શિંગોડામાં પ્રોટીન, કાબ્રોહાઇડ્રેટ સહિતના અનેક તત્વો
શિંગોડામાં પ્રોટીન , કાબ્રોહાઇડ્રેટ , વિટામીન બી અને સી , આયરન , કેલ્શિયમ , મેગ્નિશિયમ ફોસ્ફોરસ જેમ મિનરલ્સ , રાયબોફ્લેબીન જેવા તત્વો મોટી માત્રામાં મળે છે. તેના કારણે આયુર્વેદ શાસ્ત્રમાં શિંગોડાનું મહત્વ વધુ છે. શિંગોડામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરમાં શક્તિવર્ધક માનવામાં આવે છે. તેમજ થાયરોઇડ , ગળાના રોગોમાં , વાળની વૃધ્ધિ માટે , વજન વધારવા માટે સહિત ઘણા બધા રોગોમાં શિંગોડાનું સેવન ફાયદા કારક હોવાનું આયુર્વેદ શાસ્ત્રમાં જણાવાયું છે.
શિંગોડાને ખેતી ખુબ જ કઠીન છે
શિંગોડાની ખેતી અંગે લુણાવાડાના વેપારીએ જણાવ્યું હતુ કે, શિંગોડાને ખેતી ખુબ જ કઠીન છે.શિયાળાની ઠંડીમાં જઇને શિંગોડી ઉપરથી શિંગોડા તોડવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં શિંગોડાની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. લુણાવાડાના ખાસ કરીને વરધરી, લીંબડીયા, કુંભરવાડી,ચાવડિયા, ઝારા જેવા ગામોમાં શિંગોડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. નવરાત્રીથી શરૂ થઇને ઉતરાયણ સુધી તેનું વેચાણ થતું રહે છે. કેટલાક વેપારીઓ શીંગોડાની સુકવણી કરીને સુકા શિંગોડા પણ બારેમાસ વેચે છે. જેથી જિલ્લા ભોઈ સમાજના લોકો શિંગોડામાંથી મોટા પ્રમાણે આવક મેળવે છે.હું છેલ્લા આઠ વર્ષ થી શિંગોડાની ખેતી કરું છું અને વેચાણ પણ જાતે જ કરું છું ,આનાથી અમારું ગુજરાન ચલાવું છું
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Healthy fruit, Local 18, Mahisagar News