મુંબઇ: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો કાલે જન્મદિવસ હતો. તેની બર્થડે પાર્ટીમાં આવેલી અભિનેત્રી દિશા પટની ફરી એક વખત ચર્ચામાં આવી છે. દિશા પાર્ટીમાં ટાઇગર શ્રોફ સાથે નહીં પરંતુ કોઇ મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી. આજકાલ દિશા આ મિસ્ટ્રી બોય સાથે નજરે પડી રહી છે, ત્યારે આ પાર્ટીમાં પણ દિશા તેની સાથે જ જોવા મળી હતી.
બર્થડે બોય કાર્તિક આર્યનની બર્થડે બેશ વ્હાઇટ લુક થીમ આધારિત હતી. તેથી અહીં દરેક વ્યક્તિ વ્હાઇટ લુકમાં જોવા મળ્યા હતા. દિશા અને તેનો મિસ્ટ્રી મેન પણ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યો હતો. વ્હાઈટ કલરના આ ડ્રેસમાં દિશા ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. વ્હાઈટ મીની ડ્રેસમાં દિશાનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો. આ દરમિયાન દિશા તેના મિસ્ટ્રી મેન સાથે મસ્તી કરતી જોવા મળી હતી. જો કે, તેણે તેના ડ્રેસ માટે પણ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood Gossip, Disha patani