પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરિહર ચોકમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અકસ્માતમાં સાત વર્ષના માસુમ બાળકને પણ ઈજા પહોંચી હતી. જેના કારણે તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ડિવિઝન પોલીસ દ્વારા હરિઓમ ભાઈ લોહાણાની ફરિયાદના આધારે અકસ્માત સર્જના યુવરાજભાઈ અશોકભાઈ ગોવાળિયાની સામે આઇપીસીની કલમ 279, 337, 338, 427 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 184, 177 તેમજ 185 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. જાણવા મળતી વિગતો અનુસાર યુવરાજ ગોવાળિયાને પણ ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ જાપ્તા વચ્ચે તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો- મિશન 2024: સીમાંચલમાંથી બિહાર ફતેહ કરશે ભાજપ
જાણવા મળતી વિગતો અનુસાર આરોપી જીવરાજભાઈ ગોવાળિયા ડીસમીસ પોલીસમેન હોવાનું પણ સામે આવ્યું છે. જેના વિરુદ્ધમાં હત્યા મારામારી દારૂ સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.
આ પણ વાંચો- ‘હેટ ક્રાઇમ’ વધતા ભારત સરકારે કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત લોકો માટે એડવાઇઝરી જાહેર કરી
બેફામ રીતે કાર ચલાવી નાના બાળકને ઈજા પહોંચાડી છે. તેમજ વીજપોલ તોડી નાખી રૂપિયા દોઢ લાખનું નુકસાન પણ કર્યું છે. તો સાથે જ પાંચ વાહનોનું કચરઘાણ બોલાવી દેવામાં આવ્યો છે. તેમજ કાર ચાલકે જ્યારે તે નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવતા રાજકોટ પોલીસ ડીસમીસ પોલીસમેનની ધરપકડ કરશે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest News Rajkot, Rajkot Accident, ગુજરાત, રાજકોટ, રાજકોટના સમાચાર