સરહદી પંથકમાં ઘોડિયા ઈયલનો ઉપદ્રવ
દિવેલાના પાકમા ઘોડીયા ઈયળની સંખ્યા છોડ દીઠ ૪ થી વધુ હોય તો તેના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૫ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩.૦ મી.લી.અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫.૦ મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસ. સી.૨.૦ મી.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબ્લ્યુ.જી. ૪.૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને વરાફરતી છંટકાવ કરવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.
ઘોડીયા ઇળના નિયંત્રણ માટે ખેતરમા પ્રકાશપિંજર ગોઠવવા, ખેતરમાં ફૂદીંઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામા ભમરીઓ દર અઠવાડીએ એક લાખ પ્રમાણે હેક્ટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે. બેસીલસ થુરેન્જીએન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા.હે જરૂરી પાણીના જથ્થામા ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો, દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. આમા આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલીખેડા પ્રતિ હેક્ટરે ગોઠવવા જોઇએ.
દિવેલા પાકને ઘોડીયા ઇયળ શું નુકસાન કરે છે
ઘોડીયા ઈયળ મજબૂત બાધાની રાખોડી રંગની ફૂંદી હોય છે. જેની અગ્ર પાંખ બદામી રંગની અને પાછળની પાંખ ગેરી રંગની હોય છે જેમાં સફેદ ટપકા હોય છે. ઈયળ રાખોડી કે બદામી રંગની ઘોડીયા ઈયળ છે જે ચાલે ત્યારે ઉદર પ્રદેશનો વચ્ચેનો ભાગ ઉંચો થાય છે. આ નાની ઈયળો પાનને કોરે છે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને ઝાંખરા જેવો બનાવી દે છે. વધુ ઉપદ્રવમા માળ અને ડોડવા પણ કોરી ખાય છે. આ રીતે દિવેલાને ઘોડીયા ઇયળ શુ નુકશાન કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર