શુભ મુહૂર્ત ક્યારે છે?
આ વર્ષે કારતક મહિનાની અમાસ 24 અને 25 ઓક્ટોબર બે દિવસમાં વહેંચાયેલી છે. પરંતુ 25 ઓક્ટોબરે અમાસ તિથિ પ્રદોષકાળ પહેલા સમાપ્ત થઈ રહી છે. બીજી બાજુ 24 ઓક્ટોબરે પ્રદોષ કાળમાં અમાસની તિથિ હશે. 24 ઓક્ટોબરે નિશીત કાળમાં પણ અમાવસ્યાની તિથિ હશે. તેથી, આ વર્ષે 24 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
દિવાળી પર લક્ષ્મી-ગણેશ પૂજાવિધિ
દિવાળીના શુભ મુહૂર્તમાં લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા કળશને તિલક લગાવીને પૂજાની શરૂઆત કરો. આ પછી હાથમાં ફૂલ અને ચોખા લઈને મા લક્ષ્મી અને ભગવાન ગણેશનું ધ્યાન કરો.
ધ્યાન કર્યા પછી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓને ફૂલ અને ચોખા અર્પણ કરો. ત્યારપછી બંને મૂર્તિઓને પાટથી ઉપાડીને થાળીમાં મૂકો અને દૂધ, દહીં, મધ, તુલસી અને ગંગાજળના મિશ્રણથી સ્નાન કરાવો. આ પછી સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો અને મંદિરમાં પાછા સ્થાપિત કરો.
આ પણ વાંચો: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ
સ્નાન પછી લક્ષ્મી-ગણેશની મૂર્તિને તિલક લગાવો. માતા લક્ષ્મી અને ગણેશજીને માળા પહેરાવો. આ પછી લક્ષ્મી અને ગણેશજીની સામે મીઠાઈ, ફળ, પૈસા અને સોનાના ઘરેણા મૂકો. ત્યારબાદ આખો પરિવાર સાથે મળીને ગણેશજી અને લક્ષ્મી માતાની મહિમાની કથા-વાર્તા સાંભળો અને પછી મા લક્ષ્મીની આરતી કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Diwali, Diwali 2022, Diwali Puja