આ પણ વાંચોઃ30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, પછી નહીં મળે તક અને પડી શકે છે મુશ્કેલી
કંપનીના શેર બજારોને આપવામાં આવેલા સૂચનોમાં જણાવ્યું કે, “કંપનીના શેરહોલ્ડરોની 36મી વાર્ષિક જનરલ મીટિંગ બુધવારે 28 સપ્ટેમ્બરે યોજાશે. મીટિંગ દરમિયાન શેરહોલ્ડરો પાસેથી 5 રૂપિયા ફેસ વેલ્યૂવાળા દરેક શેર પર 5 ટકા કે 2.50 રૂપિયાના ડિવિડન્ડની ચૂકવણીના નિર્ણય અંગે મંજૂરી લેવામાં આવશે. ડિવિડન્ડ ચૂકવણી પર એજીએમમાં મંજૂરી મળ્યા બાદ તેની ચૂકવણી 25 ઓક્ટોબર સુધીમાં કરવામાં આવશે.”
આ પણ વાંચોઃ કોલગેટથી ફક્ત તમારા દાંત જ નહીં તમારો પોર્ટફોલિયો પણ ચમકાવો, શેરમાં તગડી તેજીની શક્યતા
મનાલી પેટ્રોકેમિકલ્સે જણાવ્યું કે, 28 સપ્ટેમ્બર, 2022ના રોજ યોજાનારી એજીએમ બેઠકને ધ્યાનમાં રાખી કંપનીના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.
કંપનીએ આગળ જણાવ્યું કે, ‘રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સ જે 19 સપ્ટેમ્બરે બંધ થઇ રહ્યા છે. એવામાં ફાઇનલ ડિવિડન્ડની ચૂકવણી તે જ શેરહોલ્ડરો/ રોકાણકારોને કરવામાં આવશે, જેનું નામ 17 સપ્ટેમ્બરની સાંજે વેપાર પૂર્ણ થયા બાદ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સફર બુક્સમાં દર્શાવવામાં આવશે.’ તેનો અર્થ છે કે આ સપ્તાહમાં આ શેર એક્સ ડિવિડન્ડ ટ્રેડ વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી
5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન
મનાલી પેટ્રોલિકેમિકલ્સના શેર બુધવારે એનએસઇ પર 1.12 ટકા ઘટીને 96.80 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા 5 વર્ષમાં આ કંપનીએ પોતાના રોકાણકારોને 183.87 ટકા મલ્ટીબેગર રીટર્ન આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષમાં તેના શેરનો દેખાવ કંઇ ખાસ રહ્યો નથી. મનાલી પેટ્રોકેમિકલ્સના શેર ગત વર્ષે 2022ની શરૂઆતથી અત્યારે 15.72 ટકા નીચે પટકાઇ ચૂક્યા છે. તો છેલ્લા એક વર્ષમાં તેમાં લગભગ 7.50 ટકાનો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચોઃ જાણીતા ઈકોનોમિસ્ટ ડો. નોરિયલ રૂબિનીએ કહ્યું દુનિયાભરમાં મંદી તો આવશે જ!
ડોલી ખન્ના પાસે છે આટલા શેર
બીએસઇ પર હાજર મનાલી પેટ્રોકેમિકલ્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, જૂનના ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં દિગ્ગજ રોકાણકાર ડોલી ખન્નાની પાસે કંપનીના 18,78,084 શેર અથવા 1.09 ટકા ભાગીદારી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Dolly Khanna, Expert opinion, Multibagger Stock, Share market, Stock market