યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) વિદેશી યુનિવર્સિટીઓ સાથે મળીને કેટલાક નવા કાર્યક્રમો શરૂ કરવા માટે સંમત થયા છે. આ હેઠળ, ભારતની કેટલીક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ્સ હેઠળ ડ્યુઅલ ડિગ્રી લઈ શકે છે. આનો અર્થ એ છે કે તેઓ ભારતીય યુનિવર્સિટી તેમજ વિદેશી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવશે.
ત્રણ નવા પ્રોગ્રામ શરૂ થશે
અમર ઉજાલાના અહેવાલ મુજબ ભારતીય અને વિદેશી ઇન્સ્ટિટ્યુટ્સ સંયુક્ત રીતે ત્રણ નવા કાર્યક્રમો શરૂ કરશે.
આ પણ વાંચો: ED Recruitment: ED ઓફિસર બનવા માટે શું છે યોગ્યતા અને પસંદગી પ્રક્રિયા?
1- ટ્વીન પ્રોગ્રામ: આમાં વિદ્યાર્થીએ વિદેશી યુનિવર્સિટીમાં કેટલાક કોર્સના એક, બે અથવા ત્રણ સેમેસ્ટર માટે અભ્યાસ કરવો પડશે. આ એક્સચેન્જ પ્રોગ્રામમાં કોર્સની 30 ટકા ક્રેડિટ વિદેશી યુનિવર્સિટી પાસેથી મેળવવાની રહેશે.
2- જોઈન્ટ ડિગ્રી પ્રોગ્રામ: આમાં એક ભારતીય અને એક વિદેશી યુનિવર્સિટી મળીને પ્રોગ્રામ ચલાવશે. આમાં ડિગ્રી ભારતીય યુનિવર્સિટીની હશે, જેમાં બંને યુનિવર્સિટીના નામ અને લોગો નોંધવામાં આવશે. આમાં બંને સંસ્થાઓ પાસેથી ઓછામાં ઓછી 30-30 ટકા ક્રેડિટ મેળવવી પડશે.
3- ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ: આમાં પણ એક ભારતીય અને એક વિદેશી યુનિવર્સિટી મળીને પ્રોગ્રામ ચલાવશે. પરંતુ આમાં બંને યુનિવર્સિટી અલગ-અલગ ડિગ્રીઓ જાહેર કરશે. બંને પ્રોગ્રામમાં 30 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર હોવો ફરજિયાત છે.
આ પણ વાંચો: જો તમે પણ NEET UG માં નથી થયા સફળ? તો તમારા માટે આ કોર્ષ સાબિત થઈ શકે બેસ્ટ!
આ પ્રોગ્રામમાં 48 યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે
યુજીસીના ચેરમેન એમ જગદીશના જણાવ્યા અનુસાર, 48 ભારતીય યુનિવર્સિટીઓએ અત્યાર સુધીમાં આ કાર્યક્રમ માટે તેમની સંમતિ રજીસ્ટર કરી છે અને ઘણી અન્ય યુનિવર્સિટીઓ તેના પર વિચાર કરી રહી છે. તેમાં બનારસ હિંદુ યુનિવર્સિટી, હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટી, હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, જેએનયુ, મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી વગેરેના નામ સામેલ છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટી અને યૂકેની ક્વીનમેરી યુનિવર્સિટી સાથે ડિગ્રી એનાયત કરશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career tips, UGC Guidelines