વલસાડમાં સતત પડી રહેલા વરસાદે તારાજી સર્જી છે. વરસાદને લીધે અહીંની નદીઓ ઉફાન પર છે અને બન્ને કાંઠે વહેતી થઇ છે. કપરાડામાં આવેલી કોલક નદીનું પાણી પણ કોઝવે પરથી પસાર થઇ રહ્યું છે. જેના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે ગામના લોકોને જીવના જોખમે કોઝવે પરથી પસાર થવું પડે છે.
વલસાડ જિલ્લામાં 4 દિવસથી મેધમહેર યથાવત
વરસાદના કારણે તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ
કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ #Gujarat pic.twitter.com/650UVp0c6U
— News18Gujarati (@News18Guj) September 18, 2022
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ
જોકે, દરવર્ષે ભારે વરસાદને લીધે કપરાડાના નદી નાળા છલકાતા હોય છે અને કોઝવે પરથી તેના પાણી પસાર થતાં જોવા મળે છે. જેના પગલે સ્થાનિક લોકો કોઝવેની ઊંચાઇ વધારવા માગ કરી રહ્યા છે. લોકો દરવર્ષે આવી હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જોખમે ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડે છે, ત્યારે લોકો દ્વારા તેનું નિરાકરણ લાવવા માગ કરાઇ રહી છે.
નોંધનીય છે કે, વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. ગઇકાલે નનકવાડા વિસ્તારમાં કાર પાણીમાં ખાબકી હતી. મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ઘટના બની હતી. ભારે વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાયા હતા છતાં એક મહિલા કાર લઇને પસાર થઇ રહી હતી. આવામાં કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં આવેલી ખાઇમાં ખાબકી હતી. જોકે, ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને કારમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat rain, Heavy rain, Valsad