ઠાકરે ગ્રુપ પણ આ મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યુ
બીએમસીએ શિવસેનાના ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપને શિવાજી પાર્કમાં દશેરાની રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ઠાકરે ગ્રુપ પણ આ મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યું છે. તે પછીથી શિંદે ગ્રુપે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓના આધાર પર શિવાજી પાર્કમાં રેલીના આયોજનની પરવાનગીથી ઈન્કાર કરવામાં આવ્યો છે. બીએમસીના અધિકારી ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે પ્રશાસને શિવસેનાના બંને ગ્રુપને 5 ઓક્ટોબરે દશેરાના તહેવારે શિવાજી પાર્કમાં રેલીના આયોજનની પરવાનગી આપવાથી ઈન્કાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે બીએમસીએ પત્ર લખીને બંને ગ્રુપને પરવાનગી ન આપવા અંગેની માહિતી આપી છે.
હવે શુક્રવારે થશે વધુ સુનાવણી
શિંદે અને ઠાકર ગ્રુપ હાઈકોર્ટમાં પહોંચ્યા પછી શિવાજી પાર્કમાં દશેરાની રેલીના આયોજનનો મુદ્દો ખૂબ ગરમાયો છે. હાઈકોર્ટે શિંદે ગ્રુપની અરજીનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ બીએમસીએ કોર્ટને આગ્રહ કર્યો છે કે આ મામલા બાબતે યોગ્ય માહિતી લેવી પડશે. કોર્ટે આગ્રહને સ્વીકાર કરતા આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી ટાળી દીધી છે. હવે આ મામલા પર શુક્રવારે બપોરે 12 વાગ્યે સુનાવણી થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર