મમરાને બિહાર અને ઝારખંડમાં ઝાલ મુહી તરીકે વધારે પસંદ કરવામાં આવે છે. આ જ રીતે Puffed rice ને અલગ-અલગ જગ્યાઓ પર જુદી રીતે રેસિપી સાથે તૈયાર કરવામાં આવે છે. મુંબઈમાં તેને ભેળપુરી અને બેંગલોરમાં ચુરમુરી કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ સામાન્ય લાગતા આ બિઝનેસમાં છે બંપર કમાણી, બજારમાં રહે છે જંગી માંગ
Table of Contents
આ બિઝનેસને શરૂ કરવા માટે સરકારથી પણ મદદ લઈ શકાય છે
ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ મુર્મુરા/મમરા મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, આ બિઝનેસને શરૂ કરવા માટે કુલ 3.55 લાખ રૂપિયા ખર્ચ થશે. જો તમારી પાસે બિઝનેશ શરૂ કરવા માટે પૈસા નથી તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો. તમે આ પ્રોજેક્ટ ખર્ચના આધાર પર લોન માટે અરજી કરી શકો છો. દેશભરમાં મુર્મુરા એટલે લાઈનો વપરાશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મંદિરમાં પ્રસાદના રૂપમાં પણ કરવામાં આવે છે. વૈષ્ણોદેવી પ્રસાદમાં પણ આ મુર્મુરાનો જ ઉપયોગ થાય છે. આટલુ જ નહી સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
જાણો, મમરા બનાવવા માટે કયા કાચા માલનો ઉપયોગ થશે
મમરા બનાવવા માટે ઉપયોગ થતો મુખ્ય કાચો માલ ડાંગર અથવા ચોખા છે. આ કાચો માલ તમારા નજીકી શહેર કે ગામમાં સહેલાઈથી મળી જશે. તમે જથ્થાબંધ દરે પણ ડાંગર ખરીદી શકો છો. ડાંગરની ગુણવત્તા જેટલી સારી હશે, તેટલા જ સારા મુર્મુરા બનશે.
આ પણ વાંચોઃ માત્ર રૂ. 25,000માં શરૂ કરો બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી
લાઈસન્સ જરૂરી
મુર્મુરા કે મમરા બનાવવી ખાદ્ય સામગ્રીના હેઠળ આવે છે. જેના માટે તમારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અથવા FSSAI પાસેથી ફૂડ લાઈસન્સ મેળવવું પડશે. આ ઉપરાંત, તમે તમારા બિઝનેસ માટે નામ પણ પસંદ કરી શકો છો. તે નામથી તમારા વ્યવસાયનું રજિસ્ટ્રેશન અને GST નું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારી કંપનીના બ્રાન્ડના નામનો logo બનાવીને પેકેટ પર પણ છપાવી શકાય છે.
જાણો કેટલી કમાણી થશે
મમરા બનાવવામાં 10થી 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ખર્ચ થાય છે. હોલસેલ દુકાનદારો આને 40-45 કિલોગ્રામના હિસાબથી વેચે છે. તમે આને હોલસેલ ભાવમાં 30-35 રૂપિયા પ્રતિ કિલો વેચી શકો છો. હોલસેલમાં વેચીને તમે સારી કમાણી કરી શકો છો. એકંદરે, તમે આ વ્યવસાયથી ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર