સત્તાવાર કાઉન્સેલિંગ શેડ્યૂલ મુજબ, નીટ યુજી કાઉન્સેલિંગ મોપ અપ રાઉન્ડ આજથી એટલે કે 23 નવેમ્બર, 2022થી શરૂ થવાનો છે. રજિસ્ટ્રેશન ખૂલ્યા પછી નીટ યુજી (NEET UG)ના ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર અરજી કરી શકશે.
આ પણ વાંચો: Railway Recruitment 2022: વગર પરીક્ષાએ મેળવો રેલવેમાં નોકરી, 2500 થી પણ વધુ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ
અહીં નોંધનીય છે કે, નીટ યુજી 2022 કાઉન્સેલિંગના બીજા રાઉન્ડમાં થોડો વિલંબ થયો હતો. શેડ્યૂલ મુજબ, રિપોર્ટિંગ 18 નવેમ્બર, 2022ના રોજ સમાપ્ત થવાનું હતું. જોકે, નીટ યુજી ઉમેદવારો માટે રિપોર્ટિંગ ગઈકાલે એટલે કે 22 નવેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયું હતું.
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, સંબંધિત યુનિવર્સિટીઓ/ સંસ્થાઓ દ્વારા આંતરિક ઉમેદવારોની ચકાસણી 28 નવેમ્બરથી 29 નવેમ્બર, 2022 સુધી હાથ ધરવામાં આવશે.
કાઉન્સેલિંગ મોપ-અપ રાઉન્ડ રજિસ્ટ્રેશન માટે કેવી રીતે અરજી કરવી?
સ્ટેપ 1. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC)ની સત્તાવાર વેબસાઇટ mcc.nic.inની મુલાકાત લો.
સ્ટેપ 2. હોમપેજ પર “UG Medical Counselling” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3. રજિસ્ટ્રેશન માટેની લિંક જોવા મળશે. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4. જરૂરી માહિતી દાખલ કરો અને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ 5. હવે લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
સ્ટેપ 6. ડોક્યુમેન્ટ અપલોડ કરો, નોંધણી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 7. એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
ઉમેદવારો યાદ રાખે કે ઉપર જણાવેલી તારીખો MCC દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર કાઉન્સેલિંગના ટાઈમટેબલમાંથી લેવામાં આવી છે. મોપ અપ રાઉન્ડ મુલતવી રાખવાની સ્થિતિમાં ઉમેદવારો સત્તાવાર માહિતી માટે mcc.nic.in પર જઈ તપાસ કરી શકે છે.
આ પણ વાંચો: જલ્દી કરો! ધોરણ 10 પાસ ઉમેદવાર માટે વાયુ સેનામાં અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
નીટ યુજી 2022 કાઉન્સેલિંગ પ્રક્રિયાના બીજોથી લઈ છેલ્લા તબક્કા સુધી મોપ અપ રાઉન્ડ હશે. રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2માં સીટ મળી ન હોય, તેવા ઉમેદવારો મોપ અપ રાઉન્ડમાં કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે. નીટ યુજી મોપ અપ રાઉન્ડ પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં પ્રોગ્રામમાંથી બહાર નીકળી ગયેલા અરજદારો માટે ખુલ્લો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Jobs and Career, Neet